ગુજરાતમધ્ય ગુજરાત

દ્રોપદી મુર્મૂ વિશે આ શું બોલી ઉઠ્યા શિક્ષણમંત્રી ? ભાષણ આપતા કુબેર ડિંડોરની જીપ લપસી

Text To Speech

ગુજરાતના શિક્ષણમંત્રી કુબેર ડિંડોર તેમના નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. છોટા ઉદેપુરમાં એક કાર્યક્રમમાં સ્ટેજ પરથી ભાષણ આપતા સમયે તેમની જીભ લપસી હતી. જેમાં તેમણે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂને વડાપ્રધાન કહી દીધા હતા. જે સાંભળીને ત્યાં આવેલા લોકો પણ ચોંકી ઉઠ્યા હતા.

શિક્ષણમંત્રી કુબેર ડિંડોરની જીભ લપસી

મળતી માહીતી મુજબ શિક્ષણમંત્રી કુબેર ડિંડોર છોટાઉદેપુર જિલ્લાના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયા હતા, જ્યાં ભાષણમાં તેઓ આદિવાસી સમાજની પ્રગતિની વાત કરી રહ્યા હતા આ દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ વિશે વાત કરતા હતા ત્યારે શિક્ષણમંત્રીની જીભ લપસી હતી અને તેમને દ્રૌપદી મુર્મૂને ‘વડાપ્રધાન’ કહી દીધા હતા. જે સાંભળીને એક સમય માટે ત્યા હાજર સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા.

 આ પણ વાંચો : કમોસમી વરસાદ બાદ રાજ્ય સરકારે ખેડૂતો માટેની આ 26 યોજનાઓ કરી બંધ, જાણો કારણ

વીડિયો થયો વાયરલ

હાલમાં સોશિયલ મીડિયા પર શિક્ષણમંત્રીના ભાષણની ક્લિપ વાઈરલ થઈ રહી છે. જેમાં તેઓ બોલી રહ્યા છે કે , ‘આપણી પાર્ટીએ ઘણું બધું આપ્યું છે. આઝાદીના ઇતિહાસમાં પહેલી વાત 75 વર્ષમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ પદ પણ, આપણા ઓરિસ્સાના દ્રૌપદી મુર્મૂ આપણા દેશના વડાપ્રધાન બન્યા છે. આ નાની મોટી સિદ્ધિ નથી.’

 આ પણ વાંચો : પત્નીની જાસૂસી કરવા પતિએ લગાવ્યા CCTV, પછી જે થયું તે જાણી રહેશો દંગ !

Back to top button