ફિલ્મ આદિપુરૂષ પર પ્રતિબંધ લગાવવાની અરજી પર દિલ્હી હાઇકોર્ટે શું કહ્યું?
દિલ્હી હાઇકોર્ટે ફિલ્મ આદિપુરૂષ પર પ્રતિબંધની માંગ કરનારી અરજી પર ઝડપી કાર્યવાહી કરવાથી ઇનકાર કરી દીધો છે.
કોર્ટે કહ્યું કે સુનાવણી 30 જૂને થશે. અરજી હિન્દૂ સેના સંગઠનના અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ કરી છે. અરજીમાં હિન્દૂ સમુદાયની ભાવનાને ઠેસ પહોંચાડવાની વાત કરવામાં આવી છે.
જસ્ટિસ તારા વિતસ્તા ગંજૂએ અરજીકર્તાને પૂછ્યું કે જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે તો તમે તેના પર પ્રતિબંધ લગાવવીન માંગ કેમ કરી રહ્યા છો?
અરજીકર્તા તરફથી કહેવામાં આવ્યું હતુ કે ટ્રેલર અને ટીઝર રિલીઝ થવા પર નિર્દેશક અને નિર્માતાએ વિવાદિત હિસ્સાને હટાવવાનો વાયદો કર્યો હતો પરંતુ એવું કરવામાં આવ્યું નથી.
તેમને કહ્યું કે ફિલ્મ ભારતના આંતરાષ્ટ્રીય સંબંધોને પ્રભાવિત કરી રહી છે કેમ કે નેપાળ પહેલાથી જ આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવી ચૂક્યું છે. હિન્દૂ સેનાએ કોર્ટને ફિલ્મ મેકર્સને વિવાદિત દ્રશ્ય હટાવવાનો નિર્દેશ આપવાની પણ માંગ કરી છે.
16 જૂને રિલીઝ પછીથી જ ફિલ્મ આદિપુરૂષ વિવાદોમાં બનેલી છે. કેટલાક હિન્દૂ સંગઠનોએ ફિલ્મમાં ભગવાન હનુમાનના ડાયલોગ સહિત અનેક દ્રશ્યો પર પ્રશ્ન ઉઠાવ્યા છે અને કહ્યું કે ધાર્મિક ચરિત્રો પાસે ટપોરી જેવી ભાષા બોલાવવામાં આવી છે.
જોકે, વિવાદ વધ્યા પછી ફિલ્મના ડાયલોગ લખનારા મનોજ મુંતશિરે કહ્યું કે લોકોની નારાજગીને જોતા કેટલાક ડાયલોગ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો- પીએમ મોદી યુએસ પ્રવાસ: ભારત અને અમેરિકા પરસ્પર શું ફાયદો મેળવવા માંગે છે?