મહારાષ્ટ્રમાં મોટી રાજકીય ઉથલપાથલ સર્જાઈ છે. અજિત પવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) સામે બળવો કર્યો અને ધારાસભ્યો સાથે શિંદે સરકારમાં જોડાયા હતા. અજિત પવારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા અને તેમની સાથે આવેલા આઠ ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા. આ વિદ્રોહ પછી તેમની પિતરાઈ બહેન સુપ્રિયા સુલેનું(શરદ પવારના દીકરી) નિવેદન સામે આવ્યું છે.
એનસીપીના કાર્યકારી અધ્યક્ષ અને તેમના પિતરાઈ ભાઈ સુપ્રિયા સુલેએ જણાવ્યું હતું કે એનસીપીમાં સર્જાયેલી વર્તમાન સ્થિતિથી વિપક્ષી પક્ષોની એકતાને અસર કરશે નહીં.
તેમને હંમેશા બહેનની જેમ પ્રેમ કરીશ: શરદ પવારના દીકરી
સુપ્રિયા સુલેએ કહ્યું, આ ઘટનાક્રમ પછી મારા પિતા (શરદ પવાર)નું કદ વધુ વધશે. અમારી પાર્ટીની વિશ્વસનીયતા પણ વધુ વધશે. અજિત પવારના વિચારો અલગ હોઈ શકે છે, પરંતુ હું મારા મોટા ભાઈ સાથે ક્યારેય નહીં લડુ પરંતુ તેમને હંમેશા એક બહેનની જેમ પ્રેમ કરીશ. અમારા વ્યક્તિગત અને વ્યાવસાયિક સંબંધો ક્યારેય એકસાથે નહીં આવવા દઈએ.
સુપ્રિયા સુલે જ અજિત પવારના બળવાનું કારણ!
સુલેએ કહ્યું કે 2019 થી, જ્યારે અજિત પવાર પ્રથમવાર દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની અલ્પજીવી સરકારનો ભાગ બન્યા, ત્યારથી તેઓ પક્ષની જવાબદારીઓને લઈને ઘણી પરિપક્વ થઈ ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગયા મહિને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે સુલેની નિમણૂક અજિત પવારના બળવાનું કારણ બની હતી.
“ભાજપે 2024ની લોકસભા ચૂંટણીને લઈને આ પગલુ ભર્યુ”
પત્રકારોના સવાલોના જવાબ આપતા તેમણે કહ્યું કે, “એક વાત પવાર સાહેબે બે-ત્રણ વાર કહી હતી કે અમે આ બધામાં ફસાઈશું નહીં, અમે સીધા લોકો સુધી જઈશું, લોકો સાથે વાત કરીશું.” મહારાષ્ટ્ર અને દેશની જનતા નક્કી કરશે.” તેમણે કહ્યું કે ભાજપે 2024ની લોકસભા ચૂંટણીને લઈને આ પગલું ભર્યું છે. 2024ને લઈને ભાજપમાં વિશ્વાસનો અભાવ છે. તેમણે કહ્યું કે આગામી બે-ત્રણ દિવસમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
આ પણ વાંચો: શરદ પવારના આકરા તેવર, NCPના બળવાખોરો વિરુદ્ધ અયોગ્યતાની અરજી દાખલ