સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા સંજય રાઉતે શિંદે જૂથ વિશે શું કહ્યું? આવો જાણીએ
આજે સુપ્રીમ કોર્ટ નિર્ણય લેશે કે રાજ્યમાં મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારનું ભવિષ્ય શું હશે. આ મામલાની સુનાવણી 9 જજોની બંધારણીય બેંચ દ્વારા કરવામાં આવી છે, આજે તે પોતાનો ચુકાદો આપશે. પરંતુ ચુકાદા પહેલા જ સંજય રાઉતે શિંદે જૂથ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા કહ્યું કે ‘જો તે નહીં હોય તો સરકાર પણ પડી જશે’. આ સાથે જ કહ્યું કે જો એકનાથ શિંદ મહારાષ્ટ્ર સરકારમાં સીએમ નહીં રહે તો આ સરકાર પડી જશે.
બંધારણીય બેન્ચ આજે ચુકાદો જાહેર કરશે
ધારાસભ્યોના પક્ષાંતર સહિતની બાબતોમાં દેશનાં રાજકારણ પર દુરોગામી અસરો સર્જે તેવો ચુકાદો હોવાની સંભાવનાથી મહારાષ્ટ્ર સહિત દેશભરના રાજકીય વર્તુળોની મીટ મુંબઈ: મહારાષ્ટ્રના સત્તા સંઘર્ષમાં આવતીકાલે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવવાની સંભાવના છે. ભારતના મુખ્ય ન્યાયધીશ ધનંજય ચંદ્રચુડે આજે સંકેત આપ્યો હતો કે આવતીકાલે શુક્રવારે બંધારણીય બેન્ચ દ્વારા બે મહત્વના ચુકાદા આપશે. તેમાં એક ચુકાદો દિલ્હીના એલજી વિરુદ્ધ દિલ્હી સરકારના કેસને લગતો હોવાની તથા અન્ય મહારાષ્ટ્રના સત્તા સંઘર્ષના કેસને લગતો હોવાની સંભાવના છે. મહારાષ્ટ્રના કેસમાં સ્પીકરની સત્તા, વિધાનમંડલની કાર્યવાહીની સમીક્ષાની કોર્ટની ન્યાયિક સત્તા , પક્ષાંતર બાદ ગેરલાયક ઠેરવવાની પ્રક્રિયા સહિતની બાબતોએ બંધારણીય સ્પષ્ટતા અપાય તેવી સંભાવના છે. આ ચુકાદાને પગલે મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારનું આયુષ્ય નક્કી થઈ શકે છે. આ ઉપરાંત દેશનાં રાજકારણ પર દુરોગામી અસરો સર્જાશે. આથી,સ્મગ્ર દેશની મીટ જેના પર મંડાયેલી છે તેવા આ ચુકાદા પૂર્વે મહારાષ્ટ્રમાં ભારે રાજકીય ઉત્તેજના પ્રવર્તી રહી છે.
સુપ્રીમકોર્ટમાં મેરેથોન સુનાવણી
હાલના મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શિવસેનામાં બંડખોરી કરીને ભાજપ સાથે સત્તા સ્થાપિત કરી હોવાને કારણે રાજ્યમાં સત્તાસંઘર્ષનું કોકડું નિર્માણ થયું હતું. આ કેસમાં સુપ્રીમકોર્ટમાં મેરેથોન સુનાવણી થઈ છે. ઠાકરે જૂથ અને શિંદે જૂથ એમ બંનેના વકિલોની જોરદાર દલીલો થઈ હતી. આ કેસની સુનાવણી માર્ચ મહિનામાં પૂર્ણ થઈ હતી. કોર્ટે આદેશ અનામત રાખ્યો હતો. મહારાષ્ટ્રસત્તાસંઘર્ષની સુનાવણી મુખ્ય ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ એમ. આર. શાહ, ન્યા.કૃષ્ણા મુરારી, ન્યા. હિમા કોહલી અને ન્યા. પી.એસ. નરસિંહા એમ પાંચ જજોની બંધારણી બેન્ચ સમક્ષ થઈ છે. આ બેન્ચમાં સામેલ બીજા વરિષ્ઠ ન્યાયમૂર્તિ એમ. આર. શાહ 15 મેના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે, આથી આ કેસમાં ઝડપથી ચુકાદો આપવામાં આવશે એમ કહેવાય છે. ગત બે દિવસથી ચુકાદા સંબંધી ચર્ચાએ જોર પકડયું હતું. આખરે મુખ્ય ન્યાયાધીશે જાતે જ આવતીકાલે ચુકાદો આપવામાં આવશે તેવો સંકેત આપ્યો હતો.
ચુકાદાથી એકનાથ શિંદે સરકારનું ભાવિ નક્કી થશે
આ ચુકાદાને પગલે મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારનું ભાવિ નક્કી થશે. સુપ્રીમ કોર્ટ દ્વારા ખુદ સીએમ શિંદે સહિત 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવાશે કે કેમ અને તે પછીના રાજકીય ઘટનાક્રમ શું હોઈ શકે છે તે વિશે મહારાષ્ટ્રમાં અટકળોનું બજાર ચરમસીમાએ છે. ગત જૂન મહિનામાં રાજ્યમાં નાટકીય ઘટમાળ સર્જાઈ હતી. રાજ્યસભા માટે મતદાન પ્રક્રિયા પાર પડયાના બીજા જ દિવસે એકનથ શિંદે પચ્ચીસ વિધાનસભ્યો સાથે સૂરત રવાના થયા હતા. એવે વખતે શિવસેનામાં પડેલા તડાની માહિતી જગજાહેર થઈ હતી. ત્યાર બાદ ઠાકરેજૂથના અનેક વિધાનસભ્યો ધીમેધીમે શિંદે જૂથમાં સામેલ થયા આથી શિંદે જૂથ બળવાન થતું ગયું. આ બળના જોરે ભાજપ સાથે હાથ મલાવીને મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીની સરકાર ઉથલાવીને શિંદે- ફડણવીસની સરકાર સત્તા પર આવી હતી.
આવતીકાલે આવશે ચુકાદો
આ સાથે જ શિંદેએ કરેલા બંડ અને મહારાષ્ટ્રમાં ઊભી થયેલી સત્તાસંઘર્ષની પરિસ્થિતિને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. વિધાનસભા ઉપાધ્યક્ષ નરહરી ઝિરવાશળે શિંદે સાથે રહલા 16 વિધાનસભ્યોને પક્ષાંતર બંદી કાયદા અને પક્ષવિરોધી કાર્યવાહી બાબતે નોટિસ મોકલી હતી. આ નટિસનો બે જ દિવસમાં જવાબ આપવાનો સમય અપાયો હતો. નોટિસ સામે 16 વિધાનસભ્યોએ સુપ્રીમ કોર્ટમાં ધા નાખી હતી. વિધાનસભા ઉપાધ્યક્ષ પર અવિશ્વાસનો પ્રસ્તાવ દાખલ હોવાથી તેઓ વિધાનસભ્યો પર કાર્યવાહી કરી શકે નહીં એમ જણાવીને શિંદે જૂથે જૂના કેસના સંદર્ભ આપ્યા હતા. વિધાનસભા ઉપાધ્યક્ષે દાખલથયેલો અવિસ્વાસનો પ્રસ્તાવ નંધણીકૃત ઈમેઈલ પરથી અવાયો ન હતો. આથી તે ફગાવવામાં આવ્યો હોવાની દલીલ કરવામાં આવી હતી.આ પ્રકરણે આવતીકાલે ચુકાદો આવશે. આથી 16 વિધાનસભ્યો અપાત્ર ઠરે છે કે નહીં? કે પછી વિધાનસભા સ્પીકરના કાર્યક્ષેત્રમાં હસ્તક્ષેપ કરવાનો સુપ્રીમ કોર્ટ ઈનકાર કરે છે એ જોવાનું રહે છે. ગત અનેક મહિનાથી ચાલી રહેલા આ પ્રકરણમાં ટ્વિસ્ટ મળે એવી શક્યતા છે.
આ પણ વાંચો : અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, ગરમીના પ્રકોપ વચ્ચે આંધી, તોફાનની શક્યતા