રાહુલ ગાંધીએ આ શું કહી દીધું, ‘પીએમ મોદી ઓબીસી નથી…’, જૂઓ વીડિયો
ઓડિશા, 8 ફેબ્રુઆરી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અત્યારે ભારત જોડો ન્યાય યાત્રા પર છે. ભારત જોડો ન્યાય યાત્રા અત્યારે ઓડિશામાં છે. યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ સભાને સંબોધતાં એક વિવાદાસ્પદ નિવેદન આપી દીધું છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે પીએમ મોદી ઓબીસી કેટેગરીમાં જન્મ્યા નથી. તેમનો જન્મ ગુજરાતની તેલી જ્ઞાતિમાં થયો હતો. આ સમુદાયને વર્ષ 2000માં ભાજપ દ્વારા ઓબીસીનો ટેગ આપવામાં આવ્યો હતો. તેમનો જન્મ સામાન્ય જાતિમાં થયો હતો. કેન્દ્રની ભાજપ સરકારની ટીકા કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ (PM મોદી) ક્યારેય જાતિ ગણતરી કરવા દેશે નહીં કારણ કે તેઓ OBCમાં જન્મ્યા નથી, તેઓ સામાન્ય જાતિમાં જન્મ્યા છે.
પીએમ મોદી ક્યારેય ગરીબનો હાથ નહીં પકડે: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદીની જાતિને લઈને લોકોને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે હું જાણું છું કારણ કે પીએમ મોદી ક્યારેય ગરીબો, ખેડૂતો અને પછાત વર્ગના લોકોનો હાથ પકડતા નથી. તેઓ માત્ર અદાણીનો હાથ પકડે છે.
#WATCH कांग्रेस सांसद राहुल गांधी ने कहा, “पीएम मोदी का जन्म ओबीसी वर्ग में नहीं हुआ था। वे गुजरात की तेली जाति में पैदा हुए थे। इस समुदाय को बीजेपी ने साल 2000 में ओबीसी का टैग दिया था। उनका जन्म सामान्य जाति में हुआ था…वे कभी जातीय जनगणना नहीं होने देंगे क्योंकि उनका जन्म… pic.twitter.com/ZiAWnw2lr5
— ANI_HindiNews (@AHindinews) February 8, 2024
અદાણીનું નામને લઈને ભાજપને ઘેર્યું
રાહુલ ગાંધીએ કહ્યું કે આજે દેશમાં ભયંકર સામાજિક અન્યાય થઈ રહ્યો છે. તમે GST ભરો અને અદાણી જેવા લોકો તેનો આનંદ માણે. કારણ કે અદાણી ખાણો ખરીદે છે, રસ્તાઓ અને પુલો માટે ટેન્ડર લે છે અને મીડિયાને નિયંત્રિત કરે છે. ત્યારે એ જ મીડિયા અમને પૂછે છે કે તમે જાતિ ગણતરીની વાત કેમ કરો છો?
જાતિની વસ્તી ગણતરીને લઈને રાહુલે પીએમ મોદીને ઘેર્યા
રાહુલે કહ્યું કે, ‘જ્યારે મેં જાતિ ગણતરી અને સામાજિક ન્યાયની વાત કરી તો પીએમ મોદીએ કહ્યું- દેશમાં માત્ર બે જ જાતિઓ છે, અમીર અને ગરીબ. જો બે જ્ઞાતિ હોય તો તમે કઈ જ્ઞાતિમાંથી છો? તમે ગરીબ નથી, તમે કરોડોની કિંમતનો સૂટ પહેરો છો, દિવસમાં ઘણી વખત કપડાં બદલો છો, પછી જુઠ્ઠું પણ બોલો છો કે હું ઓબીસી વર્ગનો માણસ છું.’
આ પણ વાંચો: PM મોદીએ સંસદમાં મનમોહન સિંહના વખાણ કર્યા, કહ્યું- જ્યારે લોકતંત્રની ચર્ચા થશે ત્યારે તેમને યાદ કરવામાં આવશે