ટોપ ન્યૂઝનેશનલ

મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને રાહત પર પુર્ણેશ મોદીએ શું કહ્યું ?

સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને મોટી રાહત આપી છે. માનહાનિના કેસમાં SCએ રાહુલની બે વર્ષની સજા પર રોક લગાવી છે. ત્યારે આ મામલે રાહુલ ગાંધી સામે માનહાનિનો દાવો કરનાર BJP ધારાસભ્ય પૂર્ણેશ મોદીની પ્રતિક્રિયા સામે આવી છે.

માનહાનિ કેસમાં સુપ્રિમ કોર્ટે રાહુલ ગાંધીને આપી રાહત

SCમાં રાહુલ ગાંધી વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલો રજૂ કરી હતી. ફરિયાદી પૂર્ણેશ મોદી વતી વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણીએ દલીલો કરી હતી. કોર્ટે બંને પક્ષોને 15-15 મિનિટનો સમય આપ્યો હતો.રાહુલે ‘મોદી સરનેમ’ માનહાનિ કેસમાં સજા સસ્પેન્શન આપવાના ગુજરાત હાઈકોર્ટના ઇનકારને પડકાર્યો હતો. ત્યારે આજે આ મામલે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી યોજાઈ હતી જેમાં રાહુલ ગાંધીને દોષિત ઠેરવવાની સાથે સુપ્રીમ કોર્ટે હવે તેમને આપવામાં આવેલી સજા પર રોક લગાવી દીધી છે.

સુરત સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને 2019ના ફોજદારી માનહાનિ કેસમાં ‘મોદી અટક’ ટિપ્પણી બદલ તેમની સામે બે વર્ષની સજા સંભળાવી હતી. આ મામલે આજે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સજા પર રોક લગાવી દીધી હતી. સુનાવણી દરમિયાન ખંડપીઠે કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે અરજદાર (રાહુલ ગાંધી)ના નિવેદન સારા નથી.અરજદારે ભાષણ આપવામાં વધુ સાવચેતી રાખવી જોઈતી હતી.પરંતું જો રાહુલ ગાંધીને 1 વર્ષ અને 11 મહિનાની સજા થઈ હોત તો તેઓ સાંસદ તરીકે અયોગ્ય ન ઠર્યા હોત.

જાણો પૂર્ણેશ મોદીએ શું કહ્યું ?

રાહુલ ગાંધી સામે માનહાનિનો દાવો કરનાર BJP ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કહ્યું, “અમે કોર્ટના નિર્ણયનું સન્માનકરીએ છીએ,આગામી દિવસોમાં જ્યારે આ કેસ કોર્ટમાં જશે, ત્યારે અમે અમારી બાજુથી અને અમારા સમુદાય તરફથી કાનૂની લડાઈ લડીશું.”

આ પણ વાંચો : મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટનો ઝટકો, પત્નીની બીમારીનું કારણ આપી કરી અરજી, છતાં જામીન નહીં

પુર્ણેશ મોદીએ કહ્યું કે, 2019માં કોંગ્રેસના તત્કાલિન અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી કોમ્યુનિટીનું અપમાન કર્યું. આ મામલે ટ્રાયલ કોર્ટે બધી કાયદાકીય પ્રક્રિયા બાદ રાહુલ ગાંધીને 2 વર્ષની સજા સંભળાવી હતી.અને બાદમાં રાહુલ ગાંધીએ સુરતની સેશન્સ કોર્ટમાં સજા પર સ્ટેની અરજી કરી, ત્યાં પણ તેમના સમર્થનમાં ચૂકાદો ન આવ્યો. અને પછી ગુજરાતની હાઈકોર્ટમાં પણ અમારા તરફેણમાં ચૂકાદો આવ્યો.સુપ્રીમ કોર્ટેઆજે રાહુલ ગાંધીની સજા પર કોર્ટે સ્ટે આપ્યો છે.અમે કોર્ટના નિર્ણયનું સન્માનકરીએ છીએ અને આગામી દિવસોમાં અમારા સમાજ તરફથી કાયદાકીય લડત લડવામાં આવશે.

રાહુલ ગાંધી માનહાનિ કેસ- હમ દેખેગે ન્યૂઝ
રાહુલ ગાંધી માનહાનિ કેસ- હમ દેખેગે ન્યૂઝ

જાણો કોણ છે પૂર્ણેશ મોદી?

રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કરનાર પૂર્ણેશ મોદી ગુજરાતની સુરત પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે. કોમર્સ ગ્રેજ્યુએટ અને પછી એલએલબી થયેલા પૂર્ણેશ મોદી વ્યવસાયે વકીલ છે અને 2000 થી 2005 દરમિયાન સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાઉન્સિલર હતા. આ સાથે તેમણે સુરત મહાનગરપાલિકામાં ભાજપના નેતાની ભૂમિકા ભજવી હતી.

સુરત શહેર ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે પૂર્ણેશ મોદી

આ પછી તેઓ 2009 થી 2012 અને 2013 થી 2016 સુધી સુરત શહેર ભાજપના પ્રમુખ પણ હતા.સ્થાનિક ધારાસભ્ય કિશોર વાંકાવાલાના અવસાન બાદ પૂર્ણેશ મોદીએ સુરત પશ્ચિમ બેઠક પરથી 2013માં પ્રથમ વખત વિધાનસભા પેટાચૂંટણીમાં જીત મેળવી હતી. આ પછી, તેમને માર્ગ અને મકાન મંત્રાલયનું કામ સોંપવામાં આવ્યું.પરંતુ ઓગસ્ટ 2022 માં, ‘કામ ન કરવા માટે તેમની વિરુદ્ધ ફરિયાદ’ પછી આ પોર્ટફોલિયો તેમની પાસેથી છીનવી લેવામાં આવ્યો હતો.

તેઓ વિધાનસભામાં સંસદીય સચિવ પણ રહી ચૂક્યા છે

બાદમાં, 2022 માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં, પૂર્ણેશ મોદી ધારાસભ્ય તરીકે જીત્યા. જો કે, ભૂપેન્દ્ર પટેલ 2.0 સરકારમાં તેમને કોઈ મંત્રી પદ આપવામાં આવ્યું ન હતું.તેઓ વિધાનસભામાં સંસદીય સચિવ પણ રહી ચૂક્યા છે. શરૂઆતથી જ ભાજપમાં સક્રિય રહેલા પૂર્ણેશ મોદી સુરત મહાનગરપાલિકામાં શાસક પક્ષના નેતા તરીકે પણ કામ કરી ચૂક્યા છે.જો કે, તેમની રાજકીય કારકિર્દીમાં કેટલાક નેતાઓ સાથે કેટલાક વિવાદો અને મતભેદો હતા.

આ પણ વાંચો : મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને રાહત આપવાની સાથે સુપ્રીમ કોર્ટે મહત્તમ સજા પર ઉઠાવ્યા સવાલ

Back to top button