ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બિહારની ચૂંટણી-રંગોળીઃ શું કહ્યું પપ્પૂ યાદવે? લાલુપ્રસાદની દીકરી કોની સામે લડશે ચૂંટણી?

પટણા (બિહાર), 01 એપ્રિલ: બિહારમાં વિપક્ષી દળોમાં ચૂંટણી ટાળે ઘમાસાણ ચાલુ છે. એક તરફ, RJDથી નારાજ પપ્પુ યાદવ પૂર્ણિયા સીટ પર અડીખમ છે. તો બીજી તરફ, RJDએ સારણ સીટ પરથી લાલુ યાદવની દીકરી રોહિણી આચાર્યને મેદાનમાં ઉતાર્યા છે. આ દરમિયાન પપ્પુ યાદવે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે કે, તેઓ 2 એપ્રિલના બદલે 4 એપ્રિલના રોજ નોમિનેશન ફાઈલ કરશે અને પૂર્ણિયા લોકસભા સીટ પરથી લોકસભા ચૂંટણી લડશે.

શું કહ્યું પપ્પુ યાદવે?

પપ્પુ યાદવે નોમિનેશનને લઈને કહ્યું કે, દેશભરમાં ફેલાયેલા પૂર્ણિયા લોકસભા વિસ્તારના લોકો મારા જાહેર નોમિનેશનમાં ભાગ લેવા ઇચ્છે છે, તેમની સુવિધા માટે પૂર્ણિયાના મહાન લોકો દ્વારા સૂચિત નામાંકનની તારીખ 2 એપ્રિલના બદલે 4 એપ્રિલ કરી છે. તમે બધા આમા જોડાઓ. આશીર્વાદ આપો! બિહારમાં INDIA ગઠબંધનના મોટા ભાઈ મુખ્ય આદરણીય લાલુજીને ફરીથી વિનંતી કરવામાં આવે છે કે ગઠબંધનના હિતમાં પૂર્ણિયા બેઠક પર પુનર્વિચાર કરો અને તેને કોંગ્રેસ માટે છોડી દો. જો કે, અગાઉ પપ્પુ યાદવે પૂર્ણિયા સીટ ન છોડવાની ચીમકી ઉચ્ચારી હતી.

સારણ સીટ પરથી રોહિણી આચાર્ય ચૂંટણી લડશે

બીજી તરફ, RJDએ સારણ લોકસભા સીટ પરથી લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્યને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે આ બેઠક પરથી રાજીવ પ્રતાપ રૂડીને ટિકિટ આપી છે. મતલબ કે બિહારની સારણ સીટ પર ભાજપ અને આરજેડી વચ્ચે જોરદાર ટક્કર થઈ શકે છે. રોહિણીએ 2 એપ્રિલથી પોતાના જનસંપર્ક અભિયાની શરૂઆત કરશે. પ્રચાર અભિયાન શરૂ કરતાં પહેલા રોહિણી પોતાના પિતા લાલુ યાદવ, માતા રાબડી દેવી અને બહેન મીસા ભારતી સાથે હરિહરનાથ મંદિર પહોંચ્યા હતા. રોહિણી આચાર્યાએ દાવો કર્યો છે કે, સારણની જનતા આ વખતે બદલાવ માટે પૂરી રીતે તૈયાર છે.

ઉલ્લેખનીય છે કે, લાલુ પ્રસાદ યાદવ વર્ષ 1977માં સારણમાં બેઠક જીતીને સંસદમાં પહોંચ્યા હતા. તેઓ આ બેઠક પરથી ચાર વખત સાંસદ રહી ચૂક્યા છે. લાલુ યાદવ 2009માં સારણ બેઠક પરથી સાંસદ પણ ચૂંટાયા હતા. આ સીટ 2014થી ભારતીય જનતા પાર્ટી (BJP)ના કબજામાં છે. BJPએ આ વખતે રાજીવ પ્રતાપ રૂડીને મેદાનમાં ઉતર્યા છે, આવી સ્થિતિમાં આ બેઠક પર RJD અને BJP વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે.

આ પણ વાંચો: બિહાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અનિલ શર્માએ રાજીનામું આપવા પાછળ જાણો શું કારણ આપ્યું

Back to top button