ટ્રેન્ડિંગમનોરંજન

મહેશ ભટ્ટે જમાઈ રણબીર કપૂર માટે એવું શું કહ્યું કે સ્ટાર થયો ઈમોશનલ?

  • ઈન્ડિયન આઈડિયલના સેટ પર મહેશ ભટ્ટે પોતાના જમાઈ રણબીર કપૂર માટે એક ખાસ મેસેજ આપ્યો, જેને સાંભળ્યા બાદ એક્ટર ઈમોશનલ થઈ ગયો હતો. તેણે એમ પણ કહ્યું કે મને આવી વાત તેમણે ક્યારેય ફેસ ટુ ફેસ કહી નથી, પરંતુ ચાલો, હું સસરાજીની પરીક્ષામાં પાસ થઈ ગયો છું. 

બોલિવુડ અભિનેતા રણબીર કપૂર હાલમાં તેની આગામી ફિલ્મ એનિમલને લઈને ખૂબ ચર્ચામાં છે. 23 નવેમ્બરે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતુ, જે દર્શકોને ખૂબ પસંદ પડ્યું હતું. રણબીર અને બોબીને જોઈને દર્શકોનું એક્સાઈટમેન્ટ ખૂબ વધી ગયું છે. રણબીર, રશ્મિકા અને બોબી દેઓલ સહિતની ટીમ ફિલ્મના પ્રમોશનમાં જોડાઈ છે. હાલમાં આ ટીમ ઈન્ડિયન આઈડલ-14ના મંચ પર પહોંચી. આ શો દરમિયાન એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં મહેશ ભટ્ટ એટલે કે રણબીર કપૂરના સસરા જમાઈ માટે એક ખાસ મેસેજ આપતા જોવા મળ્યા, જેને સાંભળ્યા બાદ એક્ટર ઈમોશનલ થઈ ગયો હતો.

મહેશ ભટ્ટે રણબીર માટે કહી આ વાત

રણબીર અને રશ્મિકા જ્યારે ઈંડિયન આઇડલના શો પર પહોંચ્યા ત્યારે તેમને મહેશ ભટ્ટનો એક વીડિયો બતાવવામાં આવ્યો. આ વીડિયોમાં મહેશ ભટ્ટ એક જમાઈ અને રાહાના પિતા તરીકે રણબીરના વખાણ કરી રહ્યા હતા. વીડિયોમાં મહેશ કહે છે કે આલિયા, જેને હું ચમત્કાર માનું છું, તે કહે છે કે રણબીર આપણા દેશના સર્વશ્રેષ્ઠ અભિનેતાઓમાંથી એક છે, પરંતુ હું રણબીરને દુનિયાનો સૌથી સારો પિતા માનું છુ.

આવો પ્રેમ તો એક માતા જ કરી શકે પોતાના સંતાનને…

મહેશ ભટ્ટ વીડિયોમાં આગળ કહે છે, જ્યારે રણબીર રાહાને જોવે છે, ત્યારે કાશ તમે તેની આંખોના એક્સપ્રેશન જોઈ શકો. તેના માતા નીતૂ કહે છે કે ભાઈ આવો પ્રેમ તો કોઈ માં જ પોતાના સંતાનોને કરી શકે, રણબીર રાહાને તેવો પ્રેમ કરે છે. મને ગર્વ છે કે મારી પાસે રણબીર જેવો જમાઈ છે. પોતાના સસરાની વાત સાંભળીને રણબીર પોતાને ઈમોશનલ થતા રોકી શકતો નથી. આ વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ રણબીર કહે છે, તેમણે ક્યારેય આવી વાત ફેસ ટુ ફેસ કરી નથી. તેના માટે ઈન્ડિયન આઈડલનો આભાર. હું સસરાજીની પરીક્ષામાં પાસ થઈ ગયો છું.

આ પણ વાંચોઃ કારતક પૂર્ણિમા પર ચાર રાજયોગઃ દેવ દિવાળી પર ખાસ કરો આ કામ

Back to top button