રામાયણના ‘રામ’ને લોકસભા ઈલેક્શન લડવા પર મહાભારતના ‘શ્રીકૃષ્ણ’એ શું કહ્યું?

- મહાભારતમાં શ્રીકૃષ્ણનું પાત્ર ભજવી ચૂકેલા નીતીશ ભારદ્વાજનું અરુણ ગોવિલના ઈલેક્શન લડવા પર રિએક્શન આવ્યું છે. નીતીશનું કહેવું છે કે ઘણી વખત પાર્ટીએ તેમને પણ પ્રચારમાં જોડાવાનું કહ્યું છે
27 માર્ચ, મેરઠઃ લોકપ્રિય ટીવી સીરીયલ રામાયણ માં ભગવાન શ્રીરામનું પાત્ર ભજવીને ઘર ઘરમાં લોકોનો પ્રેમ જીતનાર અને લોકોના દિલમાં રાજ કરનાર અરુણ ગોવિલ હવે ભાજપમાંથી લોકસભાની ચૂંટણી લડશે. અરુણના ઈલેક્શન લડવા પર અત્યાર સુધી ઘણા સેલેબ્સના રિએક્શન્સ આવ્યા છે. ખાસ કરીને રામાયણના તેમના કો-એક્ટર્સ. હવે મહાભારતમાં શ્રીકૃષ્ણનું પાત્ર ભજવી ચૂકેલા નીતીશ ભારદ્વાજનું અરુણ ગોવિલના ઈલેક્શન લડવા પર રિએક્શન આવ્યું છે. નીતીશનું કહેવું છે કે ઘણી વખત પાર્ટીએ તેમને પણ પ્રચારમાં જોડાવાનું કહ્યું છે.
વિશ્વાસ છે તમે જીતશો
નીતીશે અરુણને મેસેજ આપતા જણાવ્યું છે કે મારી શુભકામનાઓ તમારી સાથે છે અરુણજી. તમને સમાજ માટે કંઈક કરવાનો મોકો મળ્યો. એક કલાકાર તરીકે તમે બધાનો ખૂબ પ્રેમ અને વિશ્વાસ જીત્યા છો, મને વિશ્વાસ છે કે તમારી જીત થશે. તેમણે આગળ કહ્યું કે પાર્ટીએ ઘણી વખત મને પ્રચાર કરવા માટે બોલાવ્યો અને કઠિન પરિસ્થિતિઓમાં જરૂર પડે તો પક્ષને મદદ કરવા પણ કહ્યું હતું. આ કઠિન પરિસ્થિતિ કીવર્ડ છે. મને આશા છે કે એનડીએ 404 ક્રોસ કરી લેશે, કેમકે 10 વર્ષથી ભારતના લોકો પક્ષનું કામ જોઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે અરુણે હાલમાં જ પીએમ મોદી માટે સોશિયલ મીડિયા પર મેસેજ આપ્યો હતો કે ‘શ્રી નરેન્દ્ર મોદી જી અને પસંદગી સમિતિનો ખૂબ ખૂબ આભાર, જેમણે મને મેરઠથી લોકસભાની ચૂંટણીઓનો ઉમેદવાર બનાવીને આટલો મોટો કાર્યભાર સોંપ્યો છે. હું ભારતીય જનતા પાર્ટીના વિશ્વાસ અને જનમાનસની અપેક્ષાઓ પર ખરો ઉતરવાનો પ્રયાસ કરીશ’.
ભાઈ લક્ષ્મણનો મેસેજ
રામાયણમાં અરુણના ભાઈ લક્ષ્મણનું પાત્ર ભજવનાર સુનીલ લહરીએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે અરુણજીને લોકસભાની ચૂંટણીઓ માટે ભાજપના ઉમેદવાર બનવા પર ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ. સમય આવી ગયો છે કે હવે રીલના રામથી મેરઠ શહેર માટે અસલી રામ બનવાનો. અરુણે આ વાતનો જવાબ આપતા કહ્યું હતું કે પ્રિય અનુજ, દિલથી આભાર. જેમ લક્ષ્મણના પ્રેમ વગર રામ અધૂરા હતા, એજ રીતે હું તમારા પ્રેમ વગર અધૂરો છું.
આ પણ વાંચોઃ અદિતિ રાવ હૈદરીએ ગુપચુપ રીતે બોયફ્રેન્ડ સિદ્ધાર્થ સાથે કરી લીધા લગ્ન!