ટ્રેન્ડિંગનેશનલ

‘રાહુલ ગાંધી વડાપ્રધાન બનશે’ પ્રશ્ન પર લાલુ યાદવે શું કહ્યું? જૂઓ વીડિયો

  • પત્રકારોએ લાલુ યાદવને પૂછ્યું કે શું રાહુલ ગાંધી વડાપ્રધાન બનશે? તો તેમણે તરત જ જવાબ આપ્યો, કહ્યું- ‘રાહુલ ગાંધીમાં કોઈ ખામી નથી’

પટના, 16 ફેબ્રુઆરી: કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા આજે બિહારમાં છે. બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ રાહુલ ગાંધી સાથે જોવા મળ્યા. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી ચીફ લાલુ પ્રસાદ યાદવે રાહુલ ગાંધીને લઈને મોટું નિવેદન આપ્યું છે. જ્યારે પત્રકારોએ લાલુ યાદવને પૂછ્યું કે શું રાહુલ ગાંધી વડાપ્રધાન બનશે તો તેમણે તરત જ જવાબ આપ્યો હતો. આરજેડી ચીફે કહ્યું કે, ‘રાહુલ ગાંધીમાં કોઈ ખામી નથી.’

લાલુ યાદવે રાહુલ ગાંધી સાથે જોડાયેલા સવાલ પર કહી આ વાત

પટનામાં પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં લાલુ યાદવે સ્પષ્ટપણે કહ્યું ન હતું કે રાહુલ ગાંધી વડાપ્રધાન બનશે કે નહીં પરંતુ સંકેત આપતા કહ્યું કે ‘રાહુલ ગાંધીમાં કોઈ ખામી નથી.’ આ પહેલા જૂન 2023માં ઈન્ડી ગઠબંધનની બેઠકમાં લાલુ યાદવે રાહુલ ગાંધીને લગ્ન કરવાની સલાહ આપી હતી. લાલુએ રાહુલ ગાંધીને કહ્યું હતું કે તમારી માતા કહેતા હતા કે મારી વાત રાહુલ સાંભળતો નથી, તમે તેને લગ્ન માટે મનાવો.

 

તેજસ્વી યાદવે રાહુલ ગાંધીને કારમાં બેસાડ્યા

બિહારના સાસારામમાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ખેડૂતો સાથે વાતચીત કરી હતી. બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને આરજેડી નેતા તેજસ્વી યાદવે પણ આ યાત્રામાં ભાગ લીધો હતો. તેજસ્વીએ રાહુલ ગાંધીને તેમની ઠારમાં બેસાડ્યા હતા.

 

ભાજપ અને નીતિશ કુમાર પર નિશાન સાધ્યું

તેજસ્વી યાદવે કહ્યું, આજે રાહુલ ગાંધી આવ્યા છે, અમે તેમનું સ્વાગત કરીએ છીએ. તેઓ દેશને એક કરવા માટે દેશભરમાં કામ કરી રહ્યા છે, આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે પહેલા પણ કહ્યું હતું કે પીએમ મોદી જૂઠાણાની ફેક્ટરી છે, તેઓ જૂઠાણાના જથ્થાબંધ વેપારી, ઉત્પાદક અને વિતરક છે. નીતીશ કુમારની ટીકા કરતા તેજસ્વીએ કહ્યું કે તમે બધા સારી રીતે જાણો છો કે આપણા મુખ્યમંત્રી કેવા છે, તેઓ કોઈની વાત સાંભળવા માંગતા નથી. તેઓ કહેતા હતા કે ‘હું મરી જઈશ, પણ ભાજપમાં નહીં જવું’. વધુમાં તેમણે કહ્યું કે આપણે લોકો બહુ ભોળા છીએ.

 

આ પણ વાંચો: કોંગ્રેસ નેતા કમલનાથ દિલ્હી જવા રવાના, ભાજપમાં જોડાવાની અટકળો વહેતી થઈ

Back to top button