ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

ગૌતમ અદાણીએ ભારતના અર્થતંત્ર વિશે શું આગાહી કરી? જાણો અહીં

દિલ્હી, 19 જૂન: ક્રેડિટ રેટિંગ કંપની ક્રિસિલની વાર્ષિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ ‘ઈન્ફ્રાસ્ટ્રક્ચરઃ ધ કેટાલિસ્ટ ફોર ઈન્ડિયાઝ ફ્યુચર’ દરમિયાન, ગૌતમ અદાણીએ આગામી આઠ વર્ષમાં ભારત 10 લાખ કરોડ અમેરિકન ડોલરનું અર્થતંત્ર બનવાના તેમના અંદાજનો ઉલ્લેખ કર્યો હતો. અદાણી ગ્રૂપના ચેરમેને કહ્યું, “અમારા અંદાજો દર્શાવે છે કે ભારત નાણાકીય વર્ષ 2032 સુધીમાં 10 લાખ કરોડ અમેરિકન ડોલર (10 ટ્રિલિયન ડોલર)નું અર્થતંત્ર બનવાનું લક્ષ્ય ધરાવે છે. તે સમયે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરનો કુલ ખર્ચ 2.5 લાખ કરોડ અમેરિકન ડોલરથી વધારે હશે.” આ સમગ્ર ખર્ચનો લગભગ એક ક્વાર્ટર, એટલે કે 25 ટકા ઊર્જા અને ઉર્જા સંક્રમણ પર થવાની ધારણા છે.”

 

ભારતની વાસ્તવિક પ્રગતિ હજુ બાકી છે: ગૌતમ અદાણી

ગૌતમ અદાણીએ તેમના સંબોધનમાં દાવો કર્યો હતો કે ભારતની વાસ્તવિક પ્રગતિ હજુ થવાની બાકી છે. તેમણે કહ્યું, “દરેક દેશને પોતાના પડકારો હોવા છતાં, હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે ભારતની વાસ્તવિક પ્રગતિ, વાસ્તવિક વિકાસ થવાનો બાકી છે. આ પ્રકારનું પ્લેટફોર્મ વિશ્વમાં પહેલાથી જ અસ્તિત્વમાં છે, જેના કારણે અનેક ટ્રિલિયન-ડોલર માર્કેટ સ્પેસ બનાવી શકાય છે.”

ગ્રીન ઇલેક્ટ્રોનની ઉપલબ્ધતા જ આર્થિક વૃદ્ધિને આગળ વધારશે: ગૌતમ અદાણી

ગૌતમ અદાણીએ કોઈપણ દેશની આર્થિક પ્રગતિના માર્ગમાં ગ્રીન ઈલેક્ટ્રોનને ખૂબ જ મહત્વપૂર્ણ પરિબળ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, “કોઈપણ દેશના આર્થિક વિકાસને વેગ આપવા માટે ગ્રીન ઈલેક્ટ્રોનની ઉપલબ્ધતા એ સૌથી મહત્વપૂર્ણ પરિબળ હશે અને મારા મતે ગ્રીન ઇલેક્ટ્રોન માર્કેટમાં આજે વૃદ્ધિની કોઈ મર્યાદા નથી.” તેમણે દાવો કર્યો કે, “અમે વિશ્વના સૌથી ઓછા ખર્ચે ગ્રીન ઇલેક્ટ્રોનનું ઉત્પાદન કરીશું, જે ઘણા ક્ષેત્રો માટે ફીડસ્ટોક બનશે, જે ટકાઉપણાની જરૂરિયાતોને પૂરી કરશે”

અદાણી ગ્રુપ ઊર્જા સંક્રમણ પર 100 અબજ ડોલરનું રોકાણ કરશે: ગૌતમ અદાણી

અદાણી ગ્રૂપના ચેરમેને જાહેરાત કરી હતી કે ગ્રૂપ ગ્રીન એનર્જીનું ઉત્પાદન કરવા માટે મેન્યુફેક્ચરિંગ ઇક્વિપમેન્ટ સહિત એનર્જી ટ્રાન્ઝિશન પ્રોજેક્ટ્સ પર 100 બિલિયન અમેરીકન ડોલર કરતાં પણ વધુનું રોકાણ કરવાની યોજના બનાવી રહ્યું છે. અદાણી ગ્રુપ ગ્રીન હાઈડ્રોજન માટે સોલાર પાર્ક, પવન ફાર્મ અને ઈલેક્ટ્રોલાઈઝરનું ઉત્પાદન કરવાની સુવિધાઓ વિકસાવી રહ્યું છે.

આ પણ વાંચો: જો પંજાબ નેશનલ બેંકમાં તમારું ખાતું છે તો થઈ જાવ સાવધાન, આ કારણે થઈ શકે છે બંધ!

Back to top button