પીએમ મોદી પરની વિવાદાસ્પદ બીબીસી ડોક્યુમેન્ટ્રી વિશે એલોન મસ્કે શું કહ્યું?
વિશ્વના સૌથી ધનાઢ્ય લોકોમાંના એક એલોન મસ્ક કે જેઓ માઇક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરના સીઈઓ પણ છે, આજે અચાનક બીબીસીને એક ઈન્ટરવ્યુ આપ્યો, જ્યાં તેમણે ઘણા મુદ્દાઓ પર સવાલોના જવાબ આપ્યા. બીબીસીના એક લાઈવ ઈન્ટરવ્યુમાં, મસ્કને ટ્વિટર પરથી બીબીસી ડોક્યુમેન્ટરીની સામગ્રીને દૂર કરવા વિશે પૂછવામાં આવ્યું હતું, જેના પર તેણે કહ્યું હતું કે તે આ બાબતથી વાકેફ નથી. બીબીસી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ પર બનેલી તેની એક ડોક્યુમેન્ટ્રીને લઈને વિવાદમાં આવી હતી અને તેની ડોક્યુમેન્ટરી ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવી હતી. તે જ સમયે, ભારત સરકારે ટ્વિટર પર વિવાદાસ્પદ અને ભડકાઉ સામગ્રીને પ્રસારિત કરવાની મંજૂરી ન આપવા માટે ટ્વિટરને સૂચના આપી હતી. જે બાદ બીબીસીની કેટલીક વિવાદાસ્પદ સામગ્રી ટ્વિટર પરથી હટાવી દેવામાં આવી હતી. હવે બીબીસી દ્વારા ટ્વિટરના સીઈઓ એલોન મસ્કને તે બાબતે કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, તો મસ્કે ચોંકાવનારા જવાબો આપ્યા છે.
‘ભારતમાં સોશિયલ મીડિયા સંબંધિત નિયમો ખૂબ કડક છે’
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રીની સામગ્રીને ટ્વિટર પરથી હટાવ્યા બાદ એલોન મસ્કે બીબીસીના એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે તેમને આ અંગે કોઈ જાણકારી નથી. તેઓ આ બાબત વિશે જાણતા નથી..તેથી તેઓને તેની જાણ પણ નથી. જો કે, તેણે એમ પણ કહ્યું કે ભારતમાં સોશિયલ મીડિયા સંબંધિત કેટલાક નિયમો ‘ખૂબ કડક’ છે.
મસ્કે કહ્યું હતું કે, મને બીબીસીનો અર્થ ખબર નથી
બે-ત્રણ દિવસ પહેલા મસ્કે ટ્વિટર પર બીબીસી વિશે ટ્વિટ કર્યું હતું, તેણે કહ્યું હતું કે ‘બીબીસી શું છે, તેનો અર્થ તે જાણતો નથી’. જે બાદ આજે એટલે કે 12 એપ્રિલે તે યુકેના બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી)ના લાઈવ ઈન્ટરવ્યુમાં જોવા મળ્યો હતો. મને આની જાણ નથી… મને બરાબર ખબર નથી કે આ મુદ્દો શું છે,” તેણે બીબીસી ડોક્યુમેન્ટરી વિશેના પ્રશ્નના જવાબમાં ટ્વિટર સ્પેસ પર કહ્યું. તેમણે કહ્યું કે ત્યાં સોશિયલ મીડિયા કન્ટેન્ટ સંબંધિત નિયમો “ખૂબ કડક છે અને અમે દેશના કાયદાની બહાર જઈ શકીએ નહીં.