ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાના કોંગ્રેસમાં જોડાવા પર બ્રિજભૂષણ સિંહે શું કહ્યું? જૂઓ વીડિયો

  • લગભગ બે વર્ષ પહેલા આ ખેલાડીઓએ એક ષડયંત્ર શરૂ કર્યું હતું, ત્યારે મે કહ્યું હતું કે આ એક રાજકીય કાવતરું છે: બ્રિજભૂષણ સિંહ

નવી દિલ્હી, 7 સપ્ટેમ્બર: હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા કુસ્તીબાજ વિનેશ ફોગટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. આ અંગે ભાજપના પૂર્વ સાંસદ અને પૂર્વ WFI ચીફ બ્રિજભૂષણ શરણ સિંહનું નિવેદન બહાર આવ્યું છે. બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું છે કે, ‘લગભગ બે વર્ષ પહેલા 18 જાન્યુઆરીએ આ ખેલાડીઓએ એક ષડયંત્ર શરૂ કર્યું હતું. જે દિવસે આ બધું શરૂ થયું, મેં કહ્યું હતું કે આ એક રાજકીય કાવતરું છે. જેમાં કોંગ્રેસ સામેલ હતી, દીપેન્દ્ર હુડ્ડા અને ભૂપિન્દર હુડ્ડા પણ સામેલ હતા. આખી સ્ક્રિપ્ટ લખવામાં આવી હતી, આ કોઈ ખેલાડીઓનું આંદોલન નથી. હવે લગભગ બે વર્ષ બાદ આ નાટકમાં કોંગ્રેસ સામેલ હોવાનું સ્પષ્ટ થયું.

જૂઓ વીડિયો:

 

ભાજપ સત્ય શોધી રહ્યું હતું: બ્રિજભૂષણ શરણ સિંહ

બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું કે, તે (મહિલા રેસલર) ખોટું બોલી રહી છે. તે સમયે જ્યારે તે હડતાલ પર બેઠી હતી ત્યારે દેશને લાગ્યું કે તેમાં કંઈક સત્ય હોઈ શકે છે. તેથી દેશના અનેક લોકો અને વિપક્ષી દળો તેમની સાથે આવ્યા. પરંતુ ભાજપ તેમની વિરુદ્ધ ન હતું. ભાજપ સત્ય શોધી રહ્યું હતું. જો ભાજપ તેમની વિરુદ્ધ હોત તો મારી વિરુદ્ધ FIR નોંધાઈ ન હોત અને જો FIR પણ થઈ હોત તો ચાર્જશીટ દાખલ થઈ ન હોત, કારણ કે તે જે કેસ અને દિવસની વાત કરી રહી છે તે દિવસે હું ત્યાં નહોતો. હજુ પણ મારી સામે ચાર્જશીટ છે.

દિલ્હી હાઈકોર્ટમાંથી ઝટકો

તાજેતરમાં જ મહિલા કુસ્તીબાજોની કથિત જાતીય સતામણીના કેસમાં આરોપી બ્રિજભૂષણ સિંહને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. બ્રિજભૂષણે તેમની સામે નોંધાયેલી FIR, ચાર્જશીટ અને નીચલી અદાલત દ્વારા આરોપો ઘડવાના આદેશને રદ્દ કરવાની માંગ કરતી અરજી દાખલ કરી હતી. જો કે દિલ્હી હાઈકોર્ટ તરફથી તેમને હાલ કોઈ રાહત મળી નથી. દિલ્હી હાઈકોર્ટે બ્રિજભૂષણના વકીલને આ કેસમાં કોર્ટમાં શોર્ટ નોટ રજૂ કરવા કહ્યું હતું.

અરજી પર સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે બ્રિજભૂષણની અરજીની જાળવણી પર સવાલ ઉઠાવ્યા હતા. આ કેસની આગામી સુનાવણી 26 સપ્ટેમ્બરે દિલ્હી હાઈકોર્ટમાં થશે. દિલ્હી હાઈકોર્ટે બ્રિજભૂષણને પૂછ્યું કે, આ કેસમાં આરોપ ઘડ્યા બાદ તેઓ કોર્ટમાં કેમ આવ્યા? એમ કહીને તેની અરજી ફગાવી દેવામાં આવી હતી.

આ પણ જૂઓ: હરિયાણા ચૂંટણી : કોંગ્રેસે જાહેર કરી 31 ઉમેદવારની પ્રથમ યાદી, વિનેશ ફોગાટ જુલાનાથી લડશે

Back to top button