બિલાવલ ભુટ્ટોએ ભારત વિશે શું કહ્યું SCO સમિટમાં? વાંચો આ અહેવાલ
પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી SCOના વિદેશ મંત્રીઓની 2 દિવસીય બેઠકમાં ભાગ લેવા શુક્રવાર (5 મે)ના રોજ ભારત (ગોવા ખાતે) આવ્યા હતા. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “અમારા માટે મેજબાનીમાં (ભારતમાં) કોઈ કમી નથી રખાઈ. તેમને પૂછો કે તેઓએ હેન્ડશેકની તસવીર કેમ ન આપી. સમિટમાં જે રીતે અન્ય વિદેશ મંત્રીઓ સાથે વ્યવહાર કરવામાં આવ્યો, અમારી સાથે પણ એવો જ વ્યવહાર કરાયો હતો. સિંધમાં પણ અમે આવી રીતે જ સ્વાગત કરીએ છીએ.
એસ. જયશંકરે હાથ ન મિલાવ્યો બિલાવલ ભુટ્ટો સાથે!
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે સંમ્મેલન સ્થળ પર પાકિસ્તાનના બિલાવલ ભુટ્ટો, ચીનના ચિન કાંગ અને અન્ય વિદેશ મંત્રીઓનું અભિવાદન હાથ મિલાવીને નહિ પણ નમસ્તેથી કર્યું હતું. બિલાવલ ભુટ્ટોએ વધુમાં કહ્યું, “કાશ્મીરમાં G20નું આયોજન ભારતનું ઘમંડ દર્શાવે છે. સાથે એ પણ દર્શાવે છે કે કેવી રીતે આંતરરાષ્ટ્રીય નિયમો અને સુરક્ષા પરિષદના ઠરાવોને સાઈડમાં કરીને ભારત આગળ વધી રહ્યુ છે.”
“આતંકવાદ સાથે મળીને લડવું જોઈએ”
બિલાવલ ભુટ્ટોએ કહ્યું, “SCOની અધ્યક્ષતા વર્ષ 2026માં પાકિસ્તાન પાસે છે. અમે નથી ઈચ્છતા કે પાકિસ્તાન કે ભારત આતંકવાદનો શિકાર બને. અમે આતંકવાદ સામે એટલા માટે નથી લડી રહ્યા કારણ કે ભારતે અમને કહ્યું છે, પરંતુ પાકિસ્તાને પણ આતંકવાદના હાથે એક મોટી આબાદીને ગુમાવી છે. આતંકવાદ સામે સાથે મળીને લડવાની જરૂર છે. આ લડાઈ માત્ર નિવેદનો સુધી મર્યાદિત ન હોવી જોઈએ.”
ક્રિકેટ વર્લ્ડ કપમાં ટીમ મોકલશે પાકિસ્તાન?
ભારતમાં 2023 ક્રિકેટ વર્લ્ડ કપમાં પોતાના દેશની ક્રિકેટ ટીમને મોકલવા પર પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કહ્યું કે આશા છે કે, અમે એવી સ્થિતિમાં નથી કે રમતને નુકશાન સહન કરવું પડે. રમતગમત અને રાજકારણને એકસાથે ન ભેળવવા જોઈએ. ભારતે આમાં નાનાપણાનો આશરો લેવો જોઈએ નહીં અને રમતગમતને બંધક બનાવવી જોઈએ નહીં. મેં પ્રયત્ન કર્યો છે.
આ પણ વાંચો : આતંકવાદી કાવતરા પર આધારિત છે ‘ધ કેરલા સ્ટોરી’: PM મોદી