ટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

‘મને હાર્ટ એટેક…’ નિવૃત્તિ પછીની કોલ હિસ્ટ્રી બતાવી અશ્વિને શું કહ્યું? જાણો

  • ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ત્રીજી ટેસ્ટ બાદ નિવૃત્તિ લઈને અશ્વિન ભારત પરત ફર્યો

HD ન્યૂઝ ડેસ્ક, 20 ડિસેમ્બર: રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ત્રીજી ટેસ્ટ બાદ નિવૃત્તિ લઈને હવે તે ભારત પરત ફર્યો છે. પરંતુ, નિવૃત્તિ પછી શું થયું જેના કારણે અશ્વિને કહ્યું કે, તેને હાર્ટ એટેક આવી ગયો હોત. અશ્વિને આ વાત પોતાની કોલ હિસ્ટ્રી જોઈને કહી છે. તેણે પોતાની કોલ હિસ્ટ્રી પણ દુનિયાની સામે મૂકી છે. પ્રશ્ન એ છે કે, અશ્વિને નિવૃત્તિ પછીની કોલ હિસ્ટ્રીમાં શું અલગ જોયું?

 

કોલ હિસ્ટ્રી જોઈને અશ્વિન શા માટેઆશ્ચર્યચકિત થઈ ગયો?

નિવૃત્તિ પછીની કોલ હિસ્ટ્રીમાં અશ્વિન માટે આશ્ચર્યજનક બાબત એ હતી કે, તેને મોટા નામો તરફથી કોલ આવ્યા હતા. અશ્વિનની નિવૃત્તિ પછી તેના પિતાએ તેને કોલ કર્યો હતો. પરંતુ તેમના સિવાય, તેને સચિન તેંડુલકર અને કપિલ દેવ જેવા દિગ્ગજ ક્રિકેટરોનો પણ ફોન આવ્યો હતો. કપિલ દેવે અશ્વિનને વોટ્સએપ પર ફોન કર્યો હતો.

અશ્વિને પોતાની કોલ હિસ્ટ્રી શેર કરી

નિવૃત્તિ બાદ અશ્વિન પણ સચિન અને કપિલ જેવા નિવૃત્ત ક્રિકેટરોની ક્લબમાં સામેલ થઈ ગયો છે. પોતાના X હેન્ડલ પર કોલ હિસ્ટ્રી શેર કરતી વખતે અશ્વિને લખ્યું કે, “જો કોઈએ મને 25 વર્ષ પહેલા કહ્યું હોત કે મારી પાસે એક સ્માર્ટફોન છે, જેનો કોલ લોગ મારા કારકિર્દીના છેલ્લા દિવસે આવો દેખાવા લાગશે, તો ત્યારે મને હાર્ટ એટેક આવી ગયો હોત. હું આના માટે સચિન અને કપિલ દેવનો આભાર માનું છું.”

ગાબા ટેસ્ટ બાદ અશ્વિને નિવૃત્તિ લીધી હતી

અશ્વિને તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 765 વિકેટ લીધી છે. ઓસ્ટ્રેલિયાના વર્તમાન પ્રવાસ પર અશ્વિને માત્ર એક જ મેચ રમી હતી, જેમાં તેણે 1 વિકેટ ઝડપી હતી. પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં તેને ટીમમાં જગ્યા મળી ન હતી. તે પછી, અશ્વિન એડિલેડમાં પ્લેઈંગ ઈલેવનમાં આવ્યો પરંતુ તેને ફરીથી બ્રિસ્બેનમાં આગામી ટેસ્ટમાંથી બહાર કરવામાં આવ્યો. ગાબા ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ બાદ અશ્વિને નિવૃત્તિની જાહેરાત કરી હતી.

આ પણ જૂઓ: સ્મૃતિ મંધાનાએ T20Iમાં શ્રીલંકાના ખેલાડીને પાછળ છોડીને નવો રેકોર્ડ બનાવ્યો, જાણો શું છે

Back to top button