નવરાત્રિમાં આજે કેવા રંગનાં કપડાં પહેરી માને કરશો પ્રસન્ન?
- નવરંગી નવરાત્રિમાં વસ્ત્રોના કલર્સનું પણ છે આગવું મહત્ત્વ
- માતાજીને પસંદગીના રંગના વસ્ત્રો પહેરવાથી મા થાય છે પ્રસન્ન
- આજે માતાજીની પૂજા ભૂરા રંગના વસ્ત્રો પહેરીને કરજો
નવરાત્રિના નવ દિવસોમાં મા દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવાથી મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે અને ધનના ભંડાર હંમેશા ભરાયેલા રહે છે. જ્યોતિષવિદોની વાત માનીએ તો નવરાત્રિમાં દરરોજ વિશેષ રંગના પ્રયોગથી વ્યક્તિનું ભાગ્ય ચમકી શકે છે.
નવરાત્રિના નવ દિવસોમાં જ્યારે તમે માતાની પૂજા કરતા હોય ત્યારે કયા રંગનાં કપડાં પહેરવા જોઇએ તે જાણવું જરૂરી છે. આજે ત્રીજું નોરતું છે ત્યારે જાણીએ કે આજે કેવા રંગના વસ્ત્રો પહેરવા ઉત્તમ છે. આજે માં ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. તમે ભૂરા રંગના વસ્ત્રો પહેરીને માતાને ખુશ કરી શકો છો.
ચોથા અને પાંચમા દિવસે
ચોથા દિવસે મા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. મા કુષ્માંડાને નારંગી રંગ પસંદ છે, તેથી તમે ઓરેન્જ કલરના વસ્ત્રો પહેરીને મા દુર્ગાની પૂજા કરી શકો છો. પાંચમા દિવસે મા સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે, તેથી સફેદ રંગ પહેરવો શુભ માનવામાં આવે છે.
છેલ્લા ચાર નોરતામાં કયો કલર પહેરવો શુભ?
નવરાત્રિના છઠ્ઠા દિવસે મા કાત્યાયનીની પૂજા થાય છે, તો આ દિવસે લાલ રંગ પહેરવો શુભ માનવામાં આવે છે. સાતમા નોરતે મા કાલરાત્રિની પૂજા થાય છે, તો આ દિવસે નીલો (બ્લુ – વાદળી) રંગ પહેરવો શુભ માનવામાં આવે છે. આઠમના દિવસે મહાગૌરીની પૂજા થાય છે, તેથી ગુલાબી રંગ પહેરવો શુભ ગણાય છે. આ દિવસે ગુલાબી રંગ પહેરીને માતાની પૂજા કરવાથી શુભ ફળ મળે છે. મહાનવમીના દિવસે મા સિદ્ધદાત્રીની પૂજા થાય છે. તેથી તે દિવસે જાંબલી રંગનાં વસ્ત્રો પહેરવામાં આવે છે. આ રંગના કપડા પહેરીને જ માતાની પૂજા કરવી અને કન્યાઓને જમાડવી જોઇએ, તો તમને પૂજાનું સંપૂર્ણ ફળ મળશે.
આ પણ વાંચોઃ નવરાત્રિના 9 દિવસોનું મહત્ત્વ શું છે? આવો જાણીએ