હોમ લોન લેવાનું વિચારી રહ્યા હોવ તો આ જાણી લેજો, બેન્ક આટલા ચાર્જ વસૂલશે

અમદાવાદ, 20 ફેબ્રુઆરી 2025: ઘર કોઈ પણ વ્યક્તિના જીવનમાં સૌથી મોટી ખરીદી માનવામાં આવે છે. આ એક ભારે ભરખમ ખર્ચ હોય છે. એટલા માટે મોટા ભાગના લોકો ઘર ખરીદવા માટે હોમ લોનની મદદ લે છે. હોમ લોન સૌથી લાંબા ગાળાની લોન હોય છે. મોટા ભાગે બેન્ક 30 વર્ષના સમય માટે હોમ લોન ઓફર કરે છે. જો કે હોમ લોનના વ્યાજ દર સૌથી ઓછા હોય છે. જો આપ હોમ લોન લેવા માટે અરજી કરો છો, તો ધ્યાન રાખો કે બેન્ક કેટલાય ચાર્જિસ પણ લેતી હોય છે. આવો જાણીએ કયા કયા ચાર્જ તમારે ચુકવવા પડી શકે છે.
અરજી ફી
આ ચાર્જ આપને હોમ લોન અરજીની પ્રોસેસિંગ ફી તરીકે લેવામાં આવે છે. પછી આપને હોમ લોન મળે કે ન મળે, પણ આ ફી તો લાગશે જ. આ ફી રિફંડેબલ નથી હોતી. જો કોઈ બેન્ક અથવા એનબીએફસીમાં આપ લોન માટે અરજી કરો છો, અને બાદમાં તમારો ઈરાદો બદલાય જાય છે, તો પણ એપ્લિકેશન પી બરબાદ થઈ જશે. એટલા માટે એપ્લીકેશન આપતા પહેલા એ ખાતરી કરી લેવી કે આપે કઈ બેન્ક અથવા એનબીએફસીમાંથી લોન લેવી છે.એપ્લીકેશન ફીને લોન એપ્લીકેશન સાથે એડવાંસમાં લેવામાં આવે છે. જો કે, અમુક બેન્ક આ પીનો એક ભાગ લોન એપ્લીકેશન સાથે જમા કરવા અને બાકીની લોન મળતા પહેલા આપવાની સુવિધા આપે છે.
મોર્ગેજ ડીડ ફી
આ ફી હોમ લોનની પસંદ કરતી વખતે લાગે છે. આમ તો આ હોમ લોનની ટકાવારી તરીકે હોય છે અને લોન લેવા માટે જમા કરાવવામાં આવતી કૂલ ફી રકમનો આ એક મોટો ભાગ હોય છે. અમુક સંસ્થા હોમ લોન પ્રોડક્ટને વધારે આકર્ષક બનાવવા માટે આ ચાર્જને માફ કરી દે છે.
લીગલ ફી
બેન્ક અથવા એનબીએફસી મોટા ભાગે પ્રોપર્ટીની કાનૂની સ્થિતિની ચકાસણી બહારના વકીલો દ્વારા કરાવે છે. તેના માટે વકીલ જે ફી લે છે, તે નાણાકીય સંસ્થા પોતાના ગ્રાહકો પાસેથી વસૂલે છે. પણ જો આ પ્રોપર્ટીને સંસ્થાએ પહેલાથી જ કાનૂની મંજૂરી આપી દીધી છે, તો આ ચાર્જ નથી લાગતો.
કમિટમેન્ટ ફી
અમુક બેન્ક અથવા એનબીએફસી લોનની પ્રોસેસિંગ અને મંજૂર થયા બાદ એક નિર્ધારિત ટાઈમ લિમિટમાં લોન નહીં લેવાની સ્થિતિમાં કમિટમેન્ટ ફી વસૂલે છે. આ એક એવી ફી છે, જે અવિતરિત લોન પર વસૂલવામાં આવે છે. આ ફી મોટા ભાગે મંજૂર અથવા વિતરિત રકમની વચ્ચેના અંતરના એક ટકા તરીકે વસૂલવામાં આવે છે.
પ્રીપેમેન્ટ પેનલ્ટી
પ્રીપેમેન્ટનો મતલબ છે કે લોન ધારક પુરી અથવા બાકી લોન ગાળો સમાપ્ત થતાં પહેલા જ જમા કરાવી દે છે. તેનાથી બેન્કને વધારે વ્યાજનું નુકસાન થાય છે. એટલા માટે અમુક હદે આ નુકસાનની ભરપાઈ બેન્ક પેનલ્ટી લગાવે છે. અલગ અલગ બેન્કમાં આ ચાર્જ અલગ હોય છે.
આ પણ વાંચો: આજનું હવામાન: દેશના 14 રાજ્યોમાં પડી શકે છે વરસાદ, ભારે પવન સાથે કરા પડવાની શક્યતા