થ્રેડ્સ એપ તમારી પાસેથી શું-શું લઇ શકે છે? ડાઉનલોડ કરવાથી પહેલા સમજી લો
હમ દેખેગે ન્યૂઝ: ટ્વિટર જેવા નવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થ્રેડ્સ એપને લોન્ચ થયાના કેટલાક જ કલાકોમાં કરોડો લોકોએ ડાઉનલોડ કરી લીધી.
આ એપના મુદ્દા પર ટ્વિટરના માલિક એલન મસ્કે થ્રેડ્સના એપ માલિકના હકવાળી કંપની મેટાને વકીલ દ્વારા પત્ર પણ મોકલ્યો છે. પત્રમાં ટ્વિટરના સીક્રેટની ચોરી કરવા અને નકલ કરવાનો આરોપ લગાવ્યો છે.
આ વચ્ચે આ એપ ખુબ જ ઝડપી રીતે ડાઉનલોડ થઈ રહી છે. પરંતુ આ વચ્ચે થ્રેડ્સને લઈને પ્રાઇવસી સાથે જોડાયેલી કેટલીક ચિંતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
પ્રાઇવસી સાથે જોડાયેલી ચિંતાઓના કારણે થ્રેડ્સ એપને યૂરોપીયન સંઘમાં લોન્ચ કરવામાં આવી નથી. આ ચિંતાઓ સોશિયલ મીડિયા ઉપયોગ કરનારા સામાન્ય લોકોથી લઈને ટ્વિટરના પૂર્વ સીઈઓ જૈક ડોર્સી સુધી વ્યક્ત કરવામાં આવી રહી છે.
All your Threads are belong to us https://t.co/FfrIcUng5O pic.twitter.com/V7xbMOfINt
— jack (@jack) July 4, 2023
જૈક ડોર્સીએ તંજ કસતા ટ્વિટ કર્યું છે કે, તમારા બધા થ્રેડ્સ (ધાગા-દોરા) અમારા સાથે જોડાયેલા છે. તે ટ્વિટ પર જવાબ આપતા એલન મસ્કે પણ લખ્યું- સાચું કહ્યું.
આ ટ્વિટ સાથે જૈકે એપ સ્ટોરનો એક સ્ક્રીનશોર્ટ પણ શેર કર્યો છે. જેમાં તે ડેટાની લિસ્ટ છે જે થ્રેડ્સ એપ ડાઉનલોડ કરતી વખતે કંપની તમારા પાસેથી લે છે.
જો થ્રેડ્સ ડાઉનલોડ કરવામાં આવે તો મેટા પાસે કયો ડેટા જઇ શકે છે?
આરોગ્ય અને તંદુરસ્તી
નાણાકીય માહિતી
વપરાશકર્તા સામગ્રી (યૂઝર કન્ટેન્ટ)
તમે ઇન્ટરનેટ પર શું સર્ચ કરી રહ્યા છો
ડાયગ્નોસ્ટિક્સ
તમે શું ખરીદી રહ્યા છો
તમારું લોકેશન
સંપર્ક કરો એટલે કે ફોન નંબર અને ઈ-મેલ આઈડી
સર્ચ હિસ્ટ્રી
સંવેદનશીલ માહિતી
અન્ય ડેટા
ઈન્સ્ટાગ્રામ એપની પ્રાઈવસી સાથે જોડાયેલી જાણકારીઓને જોઇએ તો થ્રેડ્સ અને ઈન્સ્ટાગ્રામમાં ખુબ જ સમાનતા દેખવામાં આવી છે.
ટ્વિટર એપ ડાઉનલોડ કરવા પર કંપની તમારા પાસેથી શું લઇ શકે છે?
ખરીદી
સંપર્ક માહિતી
વપરાશકર્તા સામગ્રી
તમે શું શોધી રહ્યા છો
વપરાશ ડેટા
લોકેશન
સંપર્ક (કોન્ટેક્ટ)
સર્ચ હિસ્ટ્રી
માર્ક ઝૂકરબર્ગની ઘણી વખત તેવું કહીને ટીકા થતી રહી છે કે તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા લોકોની ખાનગી જાણકારી એકઠી કરી રહ્યાં છે. અનેક વખત મેટા કંપનીને પ્રાઈવસીના મુદ્દા પર સફાઇ પણ આપવી પડી છે.
આ પણ વાંચો- માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને રાહત મળશે કે સજા ચાલુ રહેશે? ગુજરાત હાઈકોર્ટનો આજે નિર્ણય