ઝેલેન્સ્કીના ખભે હાથ મૂકીને પીએમ મોદીએ શું આપ્યું આશ્વાસન?
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ યુક્રેનની મુલાકાતે પહોંચ્યા
કિવ, 23 ઓગસ્ટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડની બે દિવસની મુલાકાત બાદ આજથી યુક્રેનની બે દિવસની મુલાકાતે છે. તેઓ સ્પેશિયલ રેલ ફોર્સ વન દ્વારા કિવ પહોંચ્યા છે. લગભગ દસ કલાકની ટ્રેનની મુસાફરી પછી તે કિવ પહોંચ્યા છે. આ દરમિયાન કિવ પહોંચીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પમુખ ઝેલેન્સ્કીના ખભે હાથ મૂકી વાતચીત કરતાં જોવા મળ્યા છે. જેની ફોટોઝ હાલ વાયરલ થઈ રહી છે. આ પહેલા પણ એકવાર જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશ ગયા હતા, ત્યારે તેમણે આવી રીતે જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ખભ્ભે હાથ મૂકીને વાતચીત કરી હતી, તેવા દ્રશ્યો આજે ફરી એકવાર યુક્રેનના પમુખ ઝેલેન્સ્કી સાથે જોવા મળ્યા છે.
PM મોદી કિવમાં સાત કલાક રોકાશે. આ દરમિયાન તેઓ પ્રમુખ ઝેલેન્સ્કી સાથે બહુપ્રતીક્ષિત મુલાકાત પહોંચ્યા હતા. આ પહેલા કિવ પહોંચીને તેઓ ભારતીય સમુદાયના લોકોને મળ્યા હતા. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પીએમ મોદીની આ મુલાકાત ઘણી મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
#Watch | PM @narendramodi and President Zelenskyy honour the memory of children at Martyrologist Exposition#PMModiInUkraine @meaindia @pmoindia pic.twitter.com/KCOqfGb85z
— DD News (@DDNewslive) August 23, 2024
મહાત્મા ગાંધીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિવમાં પહેલા મહાત્મા ગાંધીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તે પછી ઝેલેન્સ્કી સાથે વાત કરવા પહોંચ્યા હતા. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પીએમ મોદીની આ મુલાકાત ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પીએમ મોદીની યુક્રેનની મુલાકાત સાત કલાક સુધી ચાલશે.
પીએમ મોદી ઝેલેન્સ્કી સાથે યુક્રેન નેશનલ મ્યુઝિયમ પહોંચ્યા
વડાપ્રધાન મોદીએ કિવમાં પ્રમુખ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી. આ દરમિયાન બંને નેતાઓ યુક્રેન નેશનલ મ્યુઝિયમ પહોંચ્યા, જ્યાં બંને નેતાઓએ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં માર્યા ગયેલા બાળકોને શ્રદ્ધાંજલિ આપી.
આ પણ જૂઓ: વૉર ઝોનમાં પીએમ મોદી, રશિયા-યુક્રેન જંગ વચ્ચે હવે પ્રમુખ સાથે વિશેષ ચર્ચા