ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

મિની સ્ટ્રોકનાં લક્ષણો શું છે, તેને કઈ રીતે ઓળખી શકાય?

અમદાવાદ, 29 જાન્યુઆરી : અનિયમિત જીવનશૈલી અને ખાનપાનને કારણે મિની સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. મિની સ્ટ્રોક ક્યારેક જીવલેણ સ્ટ્રોકની ચેતવણીના સંકેત તરીકે પણ આવે છે. આવી સ્થિતિ ત્યારે થાય છે જ્યારે મગજના કોઈ ભાગમાં લોહીનો પ્રવાહ બંધ થઈ જાય અથવા ઓછો થઈ જાય. ઘણી વખત ખોટી ખાવાની આદતો અને ખરાબ જીવનશૈલીના કારણે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધી જાય છે. તેથી નસોમાં બ્લોકેજ થાય છે અને સ્ટ્રોકનો ખતરો ઊભો થાય છે. જેમાં મગજને રક્તવાહિનીઓ દ્વારા મળતા લોહીના પુરવઠામાં અવરોધ પડતાં ઓક્સિજન પૂરી રીતે મળી શકતો નથી. આ સ્થિતિને મિની સ્ટ્રોક અથવા સ્ટ્રાનસીએટ ઇસ્કીમિક અટેક કહેવામાં આવે છે. આ સ્થિતિમાં શરીરને અમુક સમય માટે અસર થાય છે, પરંતુ, કેટલીકવાર આ સ્થિતિ જીવલેણ પણ સાબિત થાય છે. અને મિની સ્ટ્રોકના લક્ષણો શું છે?

મિની સ્ટ્રોક કોને કહેવાય 

મિની સ્ટ્રોક એટલે લકવો. આ સ્થિતિ થોડા સમય માટે રહે છે. જેમાં અસરગ્રસ્ત વ્યક્તિને ચાલવામાં તકલીફ પડે છે, તેનો ચહેરો વાંકોચૂંકો થઈ જાય છે, હાથ-પગમાં નબળાઈ કે કળતરની લાગણી અનુભવાય છે. બોલવામાં અને સમજવામાં તકલીફ પડે છે. ક્યારેક બેભાન અવસ્થા જેવા લક્ષણોનો પણ થોડા સમય માટે અનુભવ થાય છે. જો આ લક્ષણો થોડા સમય માટે અનુભવાય અને પછી ઠીક થઈ જાય તો તેને મિની સ્ટ્રોક કહેવામાં આવે છે. મિની સ્ટ્રોકને આવનારા મોટા સ્ટ્રોકની ચેતવણીના ભાગરૂપે માનવામાં આવે છે. તેથી, તેની સમયસર સારવાર કરવી જોઈએ.

મિની સ્ટ્રોકનાં લક્ષણો :

હરવા ફરવામાં તકલીફ

જ્યારે મિની સ્ટ્રોક આવે છે, ત્યારે પીડિતને ચાલવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં પીડિત ચાલતી વખતે ડગમગવા લાગે છે અને તે પોતાની જાતે ચાલી શકતો નથી.

ચહેરાનું વળી જવું

જ્યારે મગજના કોઈ ભાગમાં લોહી પહોંચવાનું બંધ થઈ જાય છે, ત્યારે સ્ટ્રોકની સમસ્યા વધી જાય છે. આવી સ્થિતિમાં ચહેરો વાંકોચૂંકો થવા લાગે છે. ક્યારેક ચહેરાને હલાવવામાં પણ તકલીફ પડે છે. જો ચહેરા પર કોઈ અસમાનતા દેખાય તો તાત્કાલિક સારવાર કરાવવી.

હાથ અને પગમાં ઝણઝણાટ

મિની સ્ટ્રોક આવવાથી પીડિત વ્યક્તિ હાથ અને પગમાં ઝણઝણાટ અનુભવે છે. પકડ નબળી પડી જાય છે અને વ્યક્તિ ચક્કર ખાઈને પડી પડી જાય છે. શરીરમાં નબળાઈ અને સંતુલન રાખવામાં મુશ્કેલી પડે છે.

બોલવામાં તકલીફ

સ્ટ્રોકને કારણે બોલવામાં પણ તકલીફ પડે છે. પીડિત વ્યક્તિ ઈચ્છે તો પણ બોલી શકતી નથી. અવાજમાં અસ્પષ્ટતા અને નીચા અવાજમાં બોલે છે.

આ પણ વાંચો : વારંવાર વધી જાય છે ચશ્માના નંબર? આ વસ્તુ ખાવ, દૂર થશે આંખોની નબળાઈ

Back to top button