પરિવારમાં લડાઇ-ઝઘડા થવા પાછળ કયા કારણો હોય છે જવાબદાર?
- જો ઘરમાં રોજ લડાઇ-ઝઘડા થતા હોય તો કંઇક પ્રોબલેમ હોવો જોઇએ
- જે પરિવારમાં સુખ શાંતિ હોય ત્યા માં લક્ષ્મીની કૃપા વરસે છે
- રોજના લડાઇ-ઝઘડા નેગેટિવીટને જન્મ આપે છે
જે ઘરમાં વધારે પ્રમાણમાં લડાઇ-ઝઘડા થાય છે તેવા પરિવારમા માં લક્ષ્મી વાસ કરવાનું પસંદ કરતી નથી. આવા પરિવારોમાં કોઇને કોઇ સમસ્યા રહે છે. પરિવાર જીવનનું અભિન્ન અંગ હોય છે, જ્યાં કોઇ પણ શરત વગર પ્રેમ, સુરક્ષા અને અધિકારો મળી જાય છે. આ વસ્તુઓ તમને બીજે ક્યાંય મળી શકતી નથી. પરિવારમાં સામાન્ય લડાઇ-ઝઘડા થાય તો સમજ્યા, પરંતુ હંમેશા આવુ થતુ હોય તો નેગેટિવીટી આવે છે, ત્યાં પ્રેમ રહેતો નથી. તે ઘર ઘર જેવું લાગતુ નથી. જ્યોતિષ શાસ્ત્રમાં પારિવારિક કલેશને દુર કરવા માટે કેટલાક ઉપાયો જણાવાયા છે. આ ઉપાયો કરવાથી પરિવારમાં સુખ-શાંતિનો માહોલ રહે છે અને માં લક્ષ્મીની કૃપા પણ વરસે છે.
પારિવારિક કલેશનું કારણ
સતત પારિવારિક કલેશના કારણે પરિવારના સભ્યોને માનસિક, શારીરિક અને આર્થિક નુકશાન સહન કરવુ પડે છે. બાળકો પર પણ નેગેટિવ અસર પડે છે. આ ગૃહ કલેશની પાછળ પિતૃદોષ અથવા તો ગ્રહોની દિશાને મુખ્ય કારણ ગણાવાયુ છે. જ્યોતિષ ઉપાય પારિવારિક કલેશને દુર કરી શકે છે.
આ ઉપાયથી દુર થાય છે નકારાત્મક ઉર્જા
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમારા ઘરમાં પારિવારિક સભ્યો, પતિ-પત્ની કે પાડોશીઓ સાથે વાદ વિવાદ થતો રહેતો હોય તો રોજ સવારે મીઠાના પાણીના પોતા કરો. આમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા દુર થાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ રહે છે. સાથે ઘરના વાસ્તુ દોષમાં કમી આવે છે. જોકે ગુરુવાર અને શુક્રવારના રોજ મીઠાના પાણીના પોતા કરવા અશુભ મનાય છે.
આ ઉપાયથી ગ્રહોનો શુભ પ્રભાવ રહે છે
ગ્રહ નક્ષત્રોના કારણે ઘરમાં વિવાદ થતા રહેતા હોય છે. તેથી ઘરમાં એક વખત નવ ગ્રહની પૂજા અવશ્ય કરાવો. આમ કરવાથી પરિવારમાં સુખ-શાંતિનો માહોલ રહે છે. કુંડળીમાં રહેલા તમામ ગ્રહોનો અશુભ પ્રભાવ દુર થાય છે. પરિવારના સભ્યોની ઉન્નતિ થાય છે અને સદ્ભાવ રહે છે. નવગ્રહની પૂજા કરતા પહેલા જ્યોતિષનું માર્ગદર્શન અવશ્ય લેવુ જોઇએ.
આ ઉપાયથી મળે છે પિતૃઓના આશીર્વાદ
અમાવસ્યા કે શ્રાદ્ધમાં પિતૃઓને તર્પણ કે ભોજન અવશ્ય કરાવો. દરેક શુભ કાર્યમાં પિતૃઓનું ધ્યાન અવશ્ય કરો. સાથે કાગડા, કુતરા, ગાય અને પક્ષીને દાણા નાંખો. કીડિયારુ પુરો. પીપળા કે વડના ઝાડને જળ ચઢાવતા રહો. આમ કરવાથી પિતૃદોષ દુર થાય છે. પિતૃઓના આશીર્વાદથી ધરમાં સુખ-શાંતિ અને ઉન્નતિ રહે છે.
આ ઉપાયથી પતિ-પત્ની વચ્ચે રહે છે પ્રેમ
બેડરૂમમાં કપૂર સળગાવો, તેનાથી નેગેટિવીટી દુર થશે. આ ઉપરાંત પતિના તકિયા નીચે કપૂર રાખી દો અને સવારે તેને સળગાવી દો. તેની રાખને વહેતા જળમાં વહાવી દો. આમ કરવાથી બંને વચ્ચે પ્રેમ રહેશે. ઇશાન ખુણામાં રોજ દેશી ઘીનો દીવો કરો.
આ કામ ખાસ કરો
ઘરમાં નકારાત્મક ઉર્જા દુર કરવા માટે મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કરો. સવાર સાંજ હનુમાનજીની સામે પંચમુખી દીપક પ્રગટાવો અને અષ્ટગંધ પ્રગટાવીને તેની સુગંધ આખા ઘરમાં ફેલાવો. આમ કરવાથી નકારાત્મક ઉર્જા દુર થશે.
આ કામ ક્યારેય ન કરો
ઘણા બધા લોકોને પથારીમાં ભોજન કરવાની આદત હોય છે. આમ કરવાનું અશુભ માનવામાં આવે છે. સાથે એંઠા વાસણ કીચનમાં ન રાખો. બહારના જુતા ચંપલ ઘરમાં ન લાવો. તે અનેક સમસ્યાઓને આમંત્રણ આપે છે. કીચનને સાફ સુથરુ રાખો
આ પણ વાંચોઃ દેશમાં દરેક ગુનેગારને યુનિક કોડ અપાશે, આધારકાર્ડ સાથે લિંક પણ કરાશે