ગરબાના આયોજકો માટે સરકારે શું ગાઇડલાઈન આપી?
નવરાત્રી મહોત્સવ જે ગુજરાતીઓ માટે સૌથી મહત્વના તહેવારો પૈકી એક છે જેની શરૂઆત 15મી ઓક્ટોબર 2023થી શરુ થવા જઈ રહી છે, જે 24મી ઓક્ટોબર 2023 સુધી ચાલશે, જે માટે આતુરતાથી ગરબા રસિકો દ્વારા રાહ જોવાઈ રહીં છે, આવામાં ગુજરાત સરકારે નવરાત્રી મહોત્સવમાં સામેલ થનારા ખેલ્લેયા અને રાસ-ગરબાના આયોજન કરતાઓ માટે એક ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે જેમા સરકાર દ્રારા જાણવામાં આવ્યું છે કે…
નવરાત્રી મહોત્સવ દરમિયાન રાજ્યના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં શ્રધ્ધાળુ અને ભક્તો દ્વારા ઠેર-ઠેર માતાજીનાં રાસ-ગરબાનું આયોજન થતું હોય છે. જેમાં અમુક જગ્યાએ ખુબ મોટા પાયે, ખુબ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ એકસાથે રાસ-ગરબા રમી શકે તે મુજબનું આયોજન કરવામાં આવતું હોય છે. આમ, નવરાત્રીના મોટા આયોજનનાં સ્થળોએ ગરબાના સમય દરમિયાન નાગરિકોના આરોગ્યને લગતા કોઇ પ્રશ્નો ઉપસ્થિત થાય તેવા સંજોગોમાં ત્વરીત સારવાર મળી રહે તે હેતુથી મેડીકલ ટીમ એમ્બ્યુલન્સ સાથે કાર્યક્રમ સ્થળે ઉપલબ્ધ કરાવવા અને નજીકના આરોગ્ય કેન્દ્રો/ હોસ્પિટલ ખાતે સારવાર માટે તબીબો સહિતની સુવિધા રાઉન્ડ ધ ક્લોક ઉપલબ્ધ રહે તે ખાસ સુનિશ્ચિત કરવા જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો : જાણો શારદીય નવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે?