ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

PM મોદીએ જે આસન કરવાની સલાહ આપી તે શશાંકાસનના શું છે ફાયદા? જૂઓ Video

  • આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પહેલા PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શશાંકાસન કરતો એનિમેટેડ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં શશાંકાસનના ફાયદા જણાવાયા છે

20 જૂન, નવી દિલ્હીઃ દર વર્ષે 21 જૂને ભારત સહિત દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવે છે. આ સંદર્ભે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શશાંકાસન કરતો એનિમેટેડ વીડિયો શેર કર્યો છે. શેર કરેલી ક્લિપમાં અંગ્રેજી અને હિંદી બંને ભાષામાં આરોગ્યના લાભ અને કરવાની રીત અંગે વિસ્તાર પૂર્વક જણાવ્યું છે. વીડિયોમાં શશાંકાસનના ફાયદા જણાવાયા છે. તે કબજિયાતથી રાહત અપાવવામાં અને પાચન પ્રક્રિયાને સુધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત, આ આસન બેક પેઈન અને તણાવથી પણ રાહત આપે છે. એટલું જ નહીં, વીડિયોમાં હાઈ બ્લડ પ્રેશર અને આર્થરાઈટિસથી પીડિત દર્દીઓને આ આસન કરતી વખતે સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. આ યોગ નિયમિત રીતે કરવાથી ઘણા ચમત્કારિક ફાયદા થાય છે.

જૂઓ વીડિયોઃ

શશાંકાસનના ફાયદા

તણાવ દૂર કરવામાં સહાયક

જ્યારે તમે આ યોગાસનનો અભ્યાસ કરો છો, ત્યારે તમારું શરીર અને મન પહેલા કરતાં વધુ શાંત અને સારું અનુભવવા લાગે છે. તે તમને તણાવથી છુટકારો અપાવવામાં મદદ કરે છે.

પાચનક્રિયા સ્વસ્થ રહેશે

આ આસન પાચન સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટેનો રામબાણ ઉપાય છે. આ આસન તમને પાચન સંબંધી તમામ સમસ્યાઓ જેવી કે કબજિયાત, પેટનું ફૂલવું, ગેસ, અપચો અને એસિડિટી વગેરેમાંથી રાહત આપશે. તે ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ હેલ્થને પણ સુધારે છે.

ચરબી ઘટાડવામાં મદદરૂપ

આ આસન શરીરની ચરબી ઘટાડવામાં પણ ખૂબ મદદરૂપ છે. જો તમે પણ ફેટ ઘટાડવા માંગો છો, તો આ આસન તમારા માટે શ્રેષ્ઠ છે. તેનાથી પેટ, હિપ્સ અને થાઈઝની ચરબી ઝડપથી ઓછી થાય છે.

હાર્ટ હેલ્થ માટે ફાયદાકારક

શશાંકાસનના નિયમિત અભ્યાસથી હૃદયના સ્નાયુઓ મજબૂત થાય છે. આ આસન હૃદય સંબંધિત રોગો જેમ કે હાઈ બીપી અને કોલેસ્ટ્રોલ વગેરેને નિયંત્રણમાં રાખે છે.

માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

આ આસન દરરોજ કરવાથી તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે. કારણ કે આ આસન તણાવ અને ચિંતા જેવી સમસ્યાઓથી રાહત અપાવે છે. તેનાથી તમારું મન રિલેક્સ અને ફ્રેશ રહે છે.

આ રીતે કરો શશાંકાસન

શશાંકાસન કરવા માટે સૌથી પહેલા તમારે વજ્રાસનની સ્થિતિમાં બેસવું પડશે. તમારા ઘૂંટણને ફોલ્ડ કરીને પછી તમારા પગના પંજા પર બેસવાનું છે. ત્યારબાદ તમારે શ્વાસ લેતા લેતા તમારા હાથને ઉપરની તરફ લઈ જવાના છે અને પછી ધીમે ધીમે સામેની તરફ ઝુકો. આ દરમિયાન, ધ્યાન રાખો કે તમારી ગરદન નમેલી ન હોવી જોઈએ અને તમારું માથું યોગા મેટને સ્પર્શતું હોવું જોઈએ. હવે તમારે લગભગ 15 સેકન્ડ સુધી આ રીતે જ રહેવાનું છે. તમે તમારી ક્ષમતા મુજબ વધુ સમય સુધી આ પોઝિશનમાં રહી શકો છો.

આ પણ વાંચોઃ સોપારી જેવો દેખાતો આ મસાલો સારી ઊંઘ સાથે આપશે અનેક ફાયદા

Back to top button