બિઝનેસ

પીપીએફમાં રોકાણ કરવાના શું છે ફાયદા?

Text To Speech

નાના રોકાણકારો પૈસા બચાવી શકે એટલા માટે ભારતમાં 1968થી પબ્લિક પ્રોવીડન્ટ ફંડ (પીપીએફ)ની શરૃઆત કરવામાં આવી હતી. પીપીએફ એ એક સલામત અને સરળ રોકાણ વિકલ્પ છે.

તેમાં રોકાણના કેટલાક દેખીતા લાભ છે

  • આ રોકાણ ટેક્સ મુક્તિનો લાભ આપે છે.
  • 7.1 ટકાના વાર્ષિક દરે વ્યાજ મળે છે.
  • રૃપિયા 500 જેવી નાની રકમથી પણ એકાઉન્ટ ખોલી શકાય છે.
  • ગેરન્ટેડ અને રિસ્ક-ફ્રી રિટર્ન મળે છે
  • સરકારી સ્કીમ છે, માટે બજારના ઉતાર-ચડાવ સાથે આ સ્કીમને કોઈ લેવા-દેવા નથી.
  • પાકતી મુદત 15 વર્ષ છે.

આ પણ વાંચો: 1 ઓક્ટોબરથી થવા જઈ રહ્યા છે આ 8 મોટા ફેરફારો, ટેક્સ પેયર્સને નહીં મળે અટલ પેન્શન

આ યોજનાના આવા લાભોને કારણે તેને સ્મોલ સેવિંગ કમ ટેક્સ-ફ્રી સેવિંગ સ્કીમ કહેવામાં આવે છે. આવકવેરાની કલમ 80-સી હેઠળ પીપીએફના રોકાણ પર 1.5 લાખ સુધીની ટેક્સ રાહત મળે છે. કોઈ પણ વ્યક્તિ નેશનલાઈઝ્ડ બેન્ક અથવા પોસ્ટ ઓફિસમાં જઈને આ એકાઉન્ટ ખોલાવી શકે છે.

Back to top button