ફૂડવિશેષહેલ્થ

રોજ તુલસી ખાવાથી ગર્ભવતીઓને શું ફાયદો થાય છે ? તે નથી કોઈ વરદાનથી ઓછા

Text To Speech
આજે આપણે અહીંયા ગર્ભાવસ્થા દરમિયાનની ટીપ્સ વિશે વાત કરીએ તો ઔષધીય ગુણધર્મોવાળા તુલસીના પાન સગર્ભા સ્ત્રીઓ માટે વરદાનથી ઓછા નથી. ગર્ભાવસ્થામાં તેના નિયમિત સેવનથી ચેપનું જોખમ ઓછું થાય છે.  તુલસી એવી ઔષધી છે કે જેના વિશે ભાગ્યે જ કોઈને ખબર હશે. તુસલીનો ઉપયોગ રોગોની સારવારમાં હજારો વર્ષોથી કરવામાં આવે છે. તેથી તેનો છોડ હંમેશાં ભારતના મોટાભાગના ઘરોમાં જોવા મળે છે. તુલસીને ચામાં પીવો, અથવા તેનો ઉકાળો કરી પીવો, તે દરેક બાબતમાં ફાયદાકારક સાબિત થશે. માનવામાં આવે છે કે તુલસી સગર્ભા સ્ત્રીઓ માટે વરદાનથી ઓછી નથી. ગર્ભાવસ્થા દરમિયાન, સ્ત્રીઓને તેમના ખોરાકની વિશેષ કાળજી લેવી પડે છે. એવી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ જેનાથી બાળકને કોઈ નુકસાન ના થાય. અને તુલસી વિશે સૌથી સારી બાબત એ છે કે તે સંપૂર્ણપણે સલામત છે. એટલે કે, તેનાથી કોઈ આડઅસર નથી. ગર્ભાવસ્થામાં તેના નિયમિત સેવનથી ઘણા ચેપનું જોખમ ઓછું થાય છે. તેના પાનમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. આ સિવાય તે પ્રતિરક્ષા મેળવવામાં પણ મદદગાર છે.
ગર્ભાવસ્થામાં તુલસી ખાવાથી આ ફાયદા છે
1) તુલસીના પાનમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. આ માતા અને ગર્ભના બાળક બંને માટે ચેપનું જોખમ ઘટાડે છે.
2) તુલસીના પાંદડા મેગ્નેશિયમનો સારો સ્રોત છે. બાળકોના હાડકાંના વિકાસ માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમાં હાજર મેંગેનીઝ ટેન્શન ઘટાડવાનું કામ કરે છે.
3) તુલસીના પાનમાં હીલિંગ ગુણધર્મો છે. તેના પાંદડા એન્ટી બેક્ટેરિયલ હોય છે, સાથે એન્ટી વાઇરલ અને એન્ટી ફંગલ ગુણ પણ ધરાવે છે.
4) દરરોજ તુલસીના બે પાન ખાવાથી શરીરમાં લોહીની કમી થતી નથી. ગર્ભાવસ્થા દરમિયાન મોટાભાગની સ્ત્રીઓને એનિમિયા હોય છે. આવી સ્ત્રીઓ દરરોજ તુલસીના બે પાન ખાવાથી ખૂબ ફાયદો થાય છે.
5) ‘વિટામિન-એ’ તુલસીના પાંદડામાં જોવા મળે છે, જે ગર્ભમાં બાળકના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
Back to top button