ગરમ પાણી પીવાનો શું છે ફાયદો? ગરમીમાં ગરમ પાણી પીવું જોઈએ કે નહીં?


- ગરમીમાં ગરમ પાણી પીવું જોઈએ કે નહીં આ એક સવાલ છે. તેની પર ખૂબ ચર્ચાઓ પણ થાય છે. કેટલાક લોકો તેને સેફ માને છે, તો કેટલાક લોકો નુકસાનકારક પણ માને છે
ફિટનેસ ફ્રીક્સ અને વજન ઘટાડવાની કોશિશમાં લાગેલા લોકો પોતાના દિવસની શરૂઆત એક કપ ગરમ પાણીથી કરવાનું પસંદ કરે છે. એક કપ ગરમ પાણી શરીરને ડિટોક્સ કરવા માટે સારું માનવામાં આવે છે. કેટલાક લોકો આખો દિવસ ગરમ પાણી પીતા રહે છે. ગરમીમાં ગરમ પાણી પીવું જોઈએ કે નહીં આ એક સવાલ છે. તેની પર ખૂબ ચર્ચાઓ પણ થાય છે. કેટલાક લોકો તેને સેફ માને છે, તો કેટલાક લોકો નુકસાનકારક પણ માને છે. જાણો ગરમીમાં ગરમ પાણી નુકશાનકારક છે કે નહીં?
ગરમ પાણી પીવાના ફાયદા
- ગરમ પાણી ગરમીમાં પીવું જોઈએ કે નહીં, તે સવાલનો જવાબ મેળવતા પહેલા જાણી લો તેના કેટલાક ફાયદા.
- ગરમ પાણી પાચનતંત્રને નિયંત્રિત કરે છે અને એક્ટિવ બનાવે છે. તે ઠંડા પાણીની તુલનામાં ભોજનને ઝડપથી તોડવામાં મદદ કરે છે, તે કબજિયાતના ખતરાને ઘટાડે છે.
- ગરમ પાણી પીવાથી શરીરનું તાપમાન વધી જાય છે અને પરસેવો થવા લાગે છે. તેના કારણે શરીરમાં રહેલા ટોક્સિન બહાર નીકળી શકે છે.
- સૌથી પહેલા ગરમ પાણી પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. તે શરીરના મેટાબોલિઝમને સુધારે છે અને તેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
- સાઈનસ પર પડતા દબાણથી રાહત મેળવવા માટે ગરમ પાણી ફાયદાકારક સાબિત થાય છે. તે સાઈનસને ખોલે છે અને કફને ઝડપથી બહાર નીકળવામાં મદદ કરે છે.
શું ગરમીમાં પીવું જોઈએ વધુ પડતું ગરમ પાણી?
બહુ ગરમ પાણી ન પીવો, કેમકે તેની ઊંઘી અસર થઈ શકે છે. ગરમ પાણી બ્લડ ફ્લો સુધારે છે તેથી તે દર્દ, ખાસ કરીને માંસપેશીઓ અને સાંધાના દુખાવામાં રાહત આપી શકે છે. બહુ ગરમ પાણી પીવાથી તેની ઊંઘી અસર થઈ શકે છે. બની શકે તમારા સાંધામાં સોજો આવી શકે. ગરમ પાણી અતિશય ગરમ ન થવા દો. હુંફાળું રાખો અને દિવસમાં બે-ત્રણ ગ્લાસ પી શકો છો. બાકી નોર્મલ પાણી પીવો.
આ પણ વાંચોઃ દર અઠવાડિયે કેટલું વજન ઘટાડવું સેફ ગણાય? ICMRએ જણાવ્યા હેલ્ધી વિકલ્પો