ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

જાતીય સતામણીના આરોપો પર WFI પ્રમુખનું નિવેદન, કહ્યું-‘…તો હું ફાંસી પર લટકી જઈશ’

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ અને ભાજપ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ પર જાતીય સતામણીનો ગંભીર આરોપ લગાવીને કુસ્તીબાજોએ જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. હવે આ મામલે બ્રિજભૂષણ સિંહની પ્રતિક્રિયા પણ આવી છે. બ્રિજભૂષણ પૂછ્યું છે કે શું એવું કોઈ છે જે આગળ આવીને કહી શકે કે ફેડરેશને કોઈપણ એથલીટનું શોષણ કર્યું છે.

બ્રિજભૂષણે કહ્યું કે, મારી વિરુદ્ધ કુસ્તીબાજો ધરણા પર બેઠા છે, એ વાતની મને જાણ થતા હું ફ્લાઈટની ટિકિટ લઈ સીધો અહીં આવી ગયો. વિનેશે જે સૌથી મોટો આરોપ લગાવ્યો છે, શું કોઈ એવું કહી શકે કે ફેડરેશને કોઈપણ એથલીટને હેરાન કર્યા? કોઈતો એવું હોવું જોઈએ. શું તેમને છેલ્લા દસ વર્ષથી ફેડરેશન સાથે કોઈ વાંધો નહોતો?

બ્રિજભૂષણ સિંહે બીજુ શું કહ્યું?

બ્રિજભૂષણ સિંહે વધુમાં કહ્યું કે જ્યારે નવા નિયમો લાવવામાં આવે છે ત્યારે મુદ્દાઓ સામે આવે છે. હડતાળ પર બેઠેલા કુસ્તીબાજોએ ઓલિમ્પિક બાદ કોઈપણ રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભાગ લીધો નથી. તેમણે કહ્યું કે, કોઈપણ પ્રકારની હેરાનગતિ થઈ નથી. જો તેવું થયું છે, તો હું ફાંસી પર લટકી જઈશ. તેમણે એમ પણ કહ્યું કે આમાં કોઈ મોટા માણસનો હાથ છે તો કોઈ મોટા ઉદ્યોગપતિનો હાથ છે. આ એક ષડયંત્ર છે.

WFI President On Wrestler Allegation
WFI President On Wrestler Allegation

વિનેશ ફોગાટને લઈ શું કહ્યું બ્રિજભૂષણ સિંહે ?

વિનેશ સાથે વર્તણૂક અંગે બ્રિજભૂષણ સિંહે હું વિનેશ ફોગાટને પૂછવા માંગુ છું કે તેણે ઓલિમ્પિકમાં કંપનીનો લોગોનો ડ્રેસ કેમ પહેર્યો હતો? તે મેચ હારી ગયા બાદ મેં તેને પ્રોત્સાહિત અને પ્રેરિત કરી હતી. બ્રિજભૂષણ સિંહે કહ્યું કે 97 ટકા ખેલાડીઓ મારી સાથે છે, જો તમે ઇચ્છો તો વોટિંગ કરાવી લો. તેમણે એમ પણ કહ્યું કે જાતીય સતામણી એક મોટો આરોપ છે. જ્યારે મારું નામ આમાં ખેંચવામાં આવ્યું હોય છે ત્યારે હું કેવી રીતે કાર્યવાહી કરી શકું? હું તપાસ માટે તૈયાર છું.

બ્રિજભૂષણ સિંહની સ્પષ્ટતા પર રેસલરની પ્રતિક્રિયા

તો બીજી તરફ બ્રિજભૂષણ સિંહના આ ખુલાસા પર કુસ્તીબાજ સાક્ષી મલિક અને વિનેશ ફોગાટની પ્રતિક્રિયા પણ આવી છે. વિનેશ ફોગાટનું કહેવું છે કે તેઓ તેમના બચાવમાં અમારા આરોપોને નકારી રહ્યા છે. આ સિવાય સાક્ષી મલિકે કહ્યું કે અમારી વાત સાચી છે, તેમની વાત ખોટી છે. તપાસ થવી જોઈએ. અમે પીએમ પાસે જઈશું અને અમારી વાત કહીશું.

શું છે આરોપ?

વિનેશ ફોગાટે આરોપ લગાવ્યો હતો કે ફેડરેશનના વિશેષ કોચ રાષ્ટ્રીય શિબિરમાં મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કરે છે. ફરિયાદ બાદ પણ કોઈ કાર્યવાહી થતી નથી. પ્રમુખે અનેક મહિલા ખેલાડીઓનું પણ શોષણ કર્યું છે. લખનૌમાં એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેથી તેઓ તેમના ઘરમાં અમારું શોષણ કરી શકે, તેઓ અમારા અંગત જીવનમાં દખલ કરે છે.

Back to top button