પાલનપુર, વિદ્યાર્થીઓ ભણતરની સાથોસાથ રમત ગમત વિશે જાણતા થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે શાળા અને કોલેજ કક્ષાએ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવતું હોય છે. જેના કારણે આજે વિદ્યાર્થીઓ વિવિધ રમતો વિશે જાણી તૈયાર થઈને અને આજે દેશ અને દુનિયામાં નામના મેળવી રહ્યા છે. અત્યાર સુધી વિવિધ રમતોમાં પુરુષો જ ભાગ લઇ સારું પ્રદર્શન કરતા હતા. પરંતુ હવે પુરુષોની સરખામણીમાં મહિલાઓ પણ વિવિધ રમતગમતમાં જોડાઈ સારું પ્રદર્શન કરી દેશ અને દુનિયામાં પોતાનું નામ ગજવી રહ્યા છે.
ડીસા ખાતે આવેલી ડી.એન.પી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે 6 દિવસનો હેમચદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીની બહેનોનો ક્રિકેટ પ્રશિક્ષણ કેમ્પ યોજવામાં આવ્યો છે. આ પ્રશિક્ષણ કેમ્પમાં મહેસાણા, ઊંઝા, પાટણ, ચાણસ્મા,અને ડીસાની 13 ખેલાડી બહેનોએ ભાગ હતો. અને સતત કલાકો સુધી કોચ દ્વારા આ બહેનોને કોચિંગ આપવામાં આવી રહ્યું છે.ડીસા ખાતે ક્રિકેટ મેચમાં પ્રશિક્ષણ મેળવ્યા બાદ આ બહેનો હવે આગામી દિવસોમાં પૂર્ણિમા યુનિવર્સિટી જયપુર રાજ્થાન ખાતે રમવા જશે.આ કેમ્પનું આયોજન ડીસા કોલેજના પ્રોફસર ડૉ.આર. ડી ચૌધરીએ કરેલ અને કોચિંગમાં ટી.સી.ડી. કોચ વિપુલભાઈ આલ તથા શૈલષભાઈ મકવાણાએ ખુબજ સહકાર આપ્યો હતો.યુનિવર્સિટી ક્રિકેટ ટીમના ખેલાડીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવા, ટ્રસ્ટીઓ,કેમ્પસ નિયામક સી.એસ.પટેલ તેમજ કોલેજના પ્રિન્સિપાલ આર.ડી. દેસાઈ હાજર રહેલ.