અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાત

તહેવારો દરમિયાન રેલવે ચલાવશે ઓખા-દિલ્હી સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન

Text To Speech
  • ટિકિટનું બુકિંગ 28 ઓક્ટોબરથી

 રાજકોટઃ    મુસાફરોની સુવિધા માટે અને તહેવારોની મોસમ દરમિયાન તેમની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલવે એ ઓખા અને દિલ્હી સરાય રોહિલા વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છે.

ટ્રેન નંબર 09523/09524 ઓખાદિલ્હી સરાઈ રોહિલ્લા સુપરફાસ્ટ સ્પેશિયલ (સાપ્તાહિક) [10 ટ્રિપ્સ]

ટ્રેન નંબર 09523 ઓખા-દિલ્હી સરાઈ રોહિલ્લા સુપરફાસ્ટ સ્પેશિયલ દર મંગળવારે 10.00 કલાકે ઓખાથી ઉપડશે અને બીજા દિવસે 10.10 કલાકે દિલ્હી સરાઈ રોહિલ્લા પહોંચશે. આ ટ્રેન 31 ઓક્ટોબર, 2023 થી 28 નવેમ્બર, 2023 સુધી ચાલશે. એ જ રીતે, ટ્રેન નંબર 09524 દિલ્હી સરાઈ રોહિલ્લા-ઓખા સુપરફાસ્ટ સ્પેશિયલ દિલ્હી સરાઈ રોહિલા થી દર બુધવારે 13.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 13.50 કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન 01 નવેમ્બર, 2023 થી 29 નવેમ્બર, 2023 સુધી ચાલશે.

        આ ટ્રેન બંને દિશામાં દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, દૌસા, બાંદીકુઇ, અલવર અને રેવાડી સ્ટેશનો પર રોકાશે.

 આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ-ક્લાસ ના કોચ હશે.

        ટ્રેન નંબર 09523 માટે બુકિંગ 28મી ઑક્ટોબર, 2023 થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેન વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન તરીકે દોડશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Back to top button