પશ્ચિમ રેલવે: બોટાદ-ગાંધીગ્રામ-બોટાદ દૈનિક ટ્રેન 14 જાન્યુઆરી સુધી રદ


ભાવનગર, 09 જાન્યુઆરી: ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજહ બોટાદ-ગાંધીગ્રામ-બોટાદ ચાલતી દૈનિક ટ્રેનને 14 જાન્યુઆરી સુધી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
- આ ટ્રેન 14 જાન્યુઆરી સુધી રદ રહેશે
દરરોજ સવારે 07.00 કલાકે ગાંધીગ્રામથી બોટાદ જતી ટ્રેન નંબર 09573 ગાંધીગ્રામ-બોટાદ ટ્રેન 14.01.2024 સુધી રદ રહેશે.
દરરોજ સાંજે 17.05 કલાકે બોટાદથી ગાંધીગ્રામ જતી ટ્રેન ટ્રેન નં. 09574 બોટાદ-ગાંધીગ્રામ પણ 14.01.2024 સુધી રદ રહેશે.
આ પણ વાંચો: રેલવે GDCE પેપર લીક કેસ, સુરત સહિત 12 જગ્યાએ CBIનું સર્ચ ઓપરેશન
ટ્રેન રદ રહેવાનું કારણ
પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના સાબરમતી સ્ટેશન યાર્ડ પર ચાલી રહેલા એન્જિનિયરિંગ કામને કારણે, બોટાદ-ગાંધીગ્રામ-બોટાદ દૈનિક ટ્રેન (09573/09574) તારીખ 14.01.2024 સુધી રદ કરવામાં આવી છે.
- રેલવે પેસેન્જર ટ્રેનોના સંચાલનથી સંબંધિત નવીનતમ અપડેટ્સ વિશેની માહિતી માટે, વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લો જેથી કોઈ અસુવિધા ન થાય.
આ પણ વાંચો: NEET PG 2024ની પરીક્ષાની તારીખમાં ફેરફાર, હવે આ તારીખે પરીક્ષા લેવાશે