ગુજરાતનું ગગન હાલ આગ ઓકી રહ્યું છે. આમ તો ગુજરાત સહિત દેશનાં અનેક રાજ્યોમાં ગરમીનો પારો 40 થી 45 વચ્ચે નોંધવામાં આવી રહ્યો છે, અરે દેશના અનેક રાજ્યોમાં તો ગરમીનો પારો 50ને આંબી જશે તેવી હવામાન ખાતા દ્વારા આગાહી પણ કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાત માટે ગરમી મામલે સારા સમાચાર સામે આવી રહ્યા છે, જો કે ફાયદા સાથે નુકસાન પણ હોય જ છે અને આ સમાચાર સાથે પણ નુકસાનનું ભયસ્થાન જોડાયેલું છે જ.
ગુજરાતનાં અનેક શહેરો હોલ 41થી 45 ડીગ્રીમાં બફાઇ રહ્યા છે, ત્યારે રાજ્યમાં આજથી ગરમીમાં ઘટડો નોંધવામાં આવશે તેવો હવામાન વિભાગ દ્વારા અંદેશો આપવામાં આવ્યો છે. જી હા, ગુજરાત પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આકાર લઇ રહ્યુ હોવાનાં કારણે આવી સંભાવના જોવામાં આવી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે આગામી સમયમાં દક્ષિણ – પશ્ચિમનાં પવન ફૂંકાતા, હવામાં ભેજનું પ્રમાણ વધશે તેવું જોવામાં આવી રહ્યું છે. આમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે ગુજરાતને ધગધગતી ગરમીથી રાહત મળશે. જો કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણ માવઠાનો ભય પણ જોવામાં આવી રહ્યો છે.