T-20 વર્લ્ડ કપસ્પોર્ટસ

વેસ્ટ ઈન્ડિઝ વર્લ્ડ કપની રેસમાંથી બહાર : આયર્લેન્ડ સુપર-12 માટે ક્વોલિફાઈ થયું  

Text To Speech

T20 વર્લ્ડ કપમાં આજે બે વખતની વર્લ્ડ ચેમ્પિયન રહેલી વેસ્ટ ઈન્ડિઝ ક્વોલિફાઈંગ રાઉન્ડમાં જ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. આયર્લેન્ડે વર્લ્ડ ચેમ્પિયન ટીમને 9 વિકેટે હરાવ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યા બાદ આયર્લેન્ડ સુપર-12 માટે લગભગ ક્વોલિફાઈ થઈ ગયું છે અને વેસ્ટ ઈન્ડિઝ વર્લ્ડ કપની રેસમાંથી બહાર થઈ ગઈ છે. આ પ્રથમ વખત છે જ્યારે કોઈ વિશ્વ ચેમ્પિયન ટીમ મુખ્ય રાઉન્ડમાં પહોંચી નથી. આજની મેચમાં આયર્લેન્ડના સ્પિનરોએ અસરકારક પ્રદર્શન કર્યું હતું. તેઓ વેસ્ટ ઈન્ડિઝની એક પછી વિકેટો પાડી દીધી હતી, જેથી ટીમ મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહી. આયર્લેન્ડના 0સ્પિનરોએ 5માંથી 4 વિકેટ લીધી હતી અને એક વિકેટ મીડિયમ પેસર મેકકાર્થીએ લીધી હતી.

આ પણ વાંચો : T20 WC : સુપર-12માં નેધરલેન્ડ અને શ્રીલંકા ટીમ પહોંચી, જાણો કોણ ક્યાં ગ્રુપમાં આવ્યું ?

IRL vs WI - Hum Dekhnege News

વેસ્ટ ઈન્ડિઝનો ટોપ ઓર્ડર નિષ્ફળ

બોલરોના શાનદાર પ્રદર્શન બાદ આયર્લેન્ડના ઓપનર પોલ સ્ટર્લિંગએ આયર્લેન્ડના કેપ્ટન સાથે ધમાકેદાર શરૂઆત કરી હતી. આ બંનેએ 73 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. આયર્લેન્ડના કેપ્ટન બલબિર્નીએ 37 રનની ઇનિંગ રમી હતી અને સ્ટર્લિંગે અણનમ  56 રન અને ટકરે અણનમ 47 રન બનાવ્યા હતા.. તે બંનેએ 11મીઓવરમાં 100 રનનો આંકડો પાર કરીને પાછળનાં દરેક ખેલાડીનું દબાણ દૂર કર્યું હતું. જ્યારે લક્ષને હાંસિલ કરવાં ઊતરેલી વેસ્ટ ઈન્ડિઝનો ટોપ ઓર્ડર નિષ્ફળ રહ્યો હતો. મિડલ ઓર્ડરમાં બ્રેન્ડન કિંગે 62  રન બનાવી શક્યો હતો,પરંતુ અન્ય કોઈ બેટ્સમેને તેનો સાથ આપી શક્યાં નહોતો.

હવે જૂથ B નું ગણિત જુઓ

આયર્લેન્ડ બે જીત બાદ 4 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે અને સુપર-12 માટે ક્વોલિફાઈ થઈ ગયું છે. આ સાથે જ વેસ્ટ ઈન્ડિઝ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. ગ્રુપની છેલ્લી મેચ ઝિમ્બાબ્વે અને સ્કોટલેન્ડ વચ્ચે રમાવાની છે.આ મેચની વિજેતા ટીમ પણ સુપર-12માં જશે. કયા પૂલમાં કોણ હશે? તે મેચ બાદ નક્કી થશે. હાલમાં, સ્કોટલેન્ડ, ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઈન્ડિઝ એક-એક જીત સાથે બીજા, ત્રીજા અને ચોથા સ્થાને છે. ત્રણેયના પોઈન્ટની સંખ્યા સમાન છે.

IRL vs WI - Hum Dekhnege News

આયર્લેન્ડ બાદ કઈ ટીમ આવશે સુપર-12માં ? 

આયર્લેન્ડ બે જીત બાદ 4 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. સુપર-12માં તેની એન્ટ્રી નિશ્ચિત છે. ગ્રુપની છેલ્લી મેચ ઝિમ્બાબ્વે અને સ્કોટલેન્ડ વચ્ચે રમાવાની છે. આ મેચની વિજેતા ટીમ સુપર-12માં જશે. હવે કઈ ટીમ સુપર-12માં પહોંચશે તેનો નિર્ણય ઝિમ્બાબ્વે-સ્કોટલેન્ડ મેચ બાદ થશે. સ્કોટલેન્ડ, ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઈન્ડિઝ એક-એક જીત સાથે અનુક્રમે બીજા, ત્રીજા અને ચોથા સ્થાને છે.

Back to top button