

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની બીજી મેચ ત્રિનિદાદના ક્વીન્સ પાર્ક ઓવલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. બીજી વનડેમાં વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન નિકોલસ પૂરને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. શાઈ હોપની સદીની મદદથી વેસ્ટ ઈન્ડિઝે 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 311 રન બનાવ્યા હતા.
પ્રથમ બેટિંગ કરવા આવેલી વેસ્ટ ઈન્ડિઝ ટીમના ઓપનરોએ સારી શરૂઆત આપી હતી. કાયલ મેયર્સ અને શાઈ હોપે પ્રથમ વિકેટ માટે 55 બોલમાં 65 રનની ભાગીદારી કરી હતી. મેયર્સ 23 બોલમાં 39 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. બ્રુક્સ અને હોપે બીજી વિકેટ માટે 74 બોલમાં 62 રનની ભાગીદારી કરી હતી. બ્રુક્સ 35 રન બનાવીને આઉટ થયો હતો. બ્રાંડન કિંગ ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો.
વેસ્ટ ઈન્ડિઝ (પ્લેઈંગ ઈલેવન):
શાઈ હોપ (wk), બ્રાન્ડોન કિંગ, શમરાહ બ્રૂક્સ, કાયલ મેયર્સ, નિકોલસ પૂરન (c), રોવમેન પોવેલ, અકીલ હોસેન, રોમારીયો શેફર્ડ, અલઝારી જોસેફ, જેડન સીલ્સ, હેડન વોલ્શ
ભારત (પ્લેઇંગ ઇલેવન):
શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટમેન), દીપક હુડા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ, અવેશ ખાન