પશ્ચિમ બંગાળ : શુભેંદુ અધિકારીએ કહ્યું, મમતાદીદી ટૂંક સમયમાં જ પૂર્વ મુખ્યમંત્રી હશે
પશ્ચિમ બંગાળની રાજનીતિમાં દરરોજ નવો વળાંક આવતો જાય છે. રોજબરોજ આક્ષેપ પ્રતિઆક્ષેપ થઈ રહ્યા છે. તેવામાં બીજેપી નેતા શુભેંદુ અધિકારીએ ફરી એકવાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પર નિશાન સાધ્યું છે. આ દરમિયાન તેણે પડકાર ફેંક્યો છે અને કહ્યું છે કે જેમ તેણે નંદીગ્રામમાં મમતાને હરાવ્યો હતો તેમ ભવિષ્યમાં પણ તેને હરાવીશ. મહત્વનું છે કે, પરગણા જિલ્લાના ઠાકુરનગરમાં ભાજપ દ્વારા મટુઆ સમુદાયને લઈને આયોજિત એક જાહેર સભા પછી તેમણે કહ્યું કે બંગાળમાં મમતા બેનર્જીનો સમય પૂરો થઈ ગયો છે. તે ટૂંક સમયમાં પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બનશે. વધુમાં તેણે કહ્યું હતું કે, એક દિવસ પહેલા ઇન્ડોર સ્ટેડિયમમાં એક મીટિંગમાં મમતા બેનર્જીએ કહ્યું હતું કે તે મારું નામ પણ લેવા માંગતી નથી અને મેં પશ્ચિમ બંગાળ માટેના ફંડને રોકવા માટે કેન્દ્રને પત્ર લખ્યો છે. હવે તે કહે છે કે હું એક પ્રેમાળ ભાઈ જેવો હતો.
અધિકારીએ મમતા બેનરજી સાથે કરી શુભેચ્છા મુલાકાત
ઉલ્લેખનીય છે કે, શુભેન્દુ અધિકારીએ શુક્રવારે સીએમ મમતા બેનર્જી સાથેની મુલાકાતને સૌજન્ય મુલાકાત ગણાવી હતી. આ દરમિયાન ધારાસભ્ય અગ્નિમિત્રા પોલ, અશોક લાહિરી અને મનોજ તિગ્ગા પણ શુભેંદુની સાથે હતા. બંન્ને નેતાઓની આ મુલાકાતને લઈને રાજકીય ગલિયારામાં ચકચાર મચી ગઈ છે. બીજી તરફ, શુભેન્દુ અધિકારીના ભાઈ દિબયેન્દુ અધિકારીએ કહ્યું કે આ મુલાકાત એક સૌજન્ય બેઠક હતી. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે પણ અભિષેક બેનર્જી જાહેરમાં કાંઠીમાં આવે છે, ત્યારે તેઓ તેમને તેમના ઘરે ચા પીવા માટે આમંત્રણ આપે છે.