ટ્રેન્ડિંગનેશનલબિઝનેસલાઈફસ્ટાઈલવિશેષ

પશ્ચિમ બંગાળની સાડીને મળ્યું વિશેષ સ્થાન, મમતા બેનરજીએ શૅર કરી વિગત

કોલકાતા, 05 જાન્યુઆરી : પશ્ચિમ બંગાળની ત્રણ સાડીઓને GI ટેગ મળ્યો છે. આ ત્રણેય સાડીઓની ખાસ વાત એ છે કે તે તમામ હાથશાળ સાડીઓ છે. તેમજ તે પશ્ચિમ બંગાળના ચોક્કસ વિસ્તારો સાથે સંકળાયેલી છે.

પશ્ચિમ બંગાળની હાથશાળ સાડીઓએ કમાલ કરી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીના જણાવ્યા અનુશાર, પશ્ચિમ બંગાળની હાથશાળ સાડીઓની ત્રણ જાત – તંગેલ, કોરિયલ અને ગારદને ભૌગોલિક સંકેત (GI) નો દરજ્જો મળ્યો છે. સીએમ મમતા બેનર્જીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે. તેમણે લખ્યું કે ”પશ્ચિમ બંગાળની ત્રણ હાથશાળ સાડીઓ નાદિયા અને પૂર્બા બર્ધમાનની તંગેલ, મુર્શિદાબાદની અને બીરભુમની કોરિયલ અને ગારદને GI પ્રોડક્ટ્સ તરીકે રજીસ્ટર અને માન્યતા મળી છે.” કારીગરોની મહેનત અને સિદ્ધિનું આ પરિણામ છે. તેણે કારીગરોને તેમની કુશળતા અને સિદ્ધિઓ માટે અભિનંદન પણ પાઠવ્યા હતા.

શું છે સાડીની વિશેષતા?

તંગેલ સાડીઓ નાદિયા અને પૂર્વા બર્ધમાન જિલ્લામાં વણાય છે. આ સિવાય મુર્શિદાબાદ અને બીરભૂમમાં કોરિયલ અને ગારદ વણાય છે. અત્યંત લોકપ્રિય તંગેલ સુતરાઉ સાડીઓની સંખ્યા વધુ છે તેને રંગીન દોરાઓનો ઉપયોગ કરીને વધારાની તાણ અને વેફ્ટ ડિઝાઇનથી શણગારવામાં આવે છે. આ જમદાની કોટન સાડીનું સરળરૂપ છે પરંતુ સાડીના મુખ્ય ભાગ પર ન્યૂનતમ ડિઝાઇન સાથે તે હોય છે. જ્યારે કોરિયલ સાડીઓ સફેદ અથવા ક્રીમ બેઝ વાળી મોત રેશમની હોય છે તેની બોર્ડર અને પલ્લુમાં બનારસી સાડીની લાક્ષણિકતાવાળા ભારે સોના અને ચાંદીના શણગાર હોય છે, જે સામાન્ય રીતે ખભા પર પહેરવામાં આવતી સાડીની સુશોભિત ધાર હોય છે. તેમજ ગારદ સિલ્ક સાડીઓ સાદા સફેદ અથવા ઓફ-વ્હાઈટ સાથે અસામાન્ય રંગીન બોર્ડર અને પટ્ટાવાળી પલ્લુની લાક્ષણિકતા ધરાવે છે જે અગાઉ પૂજા માટે પહેરવામાં આવતી હતી. હવે પસંદમાં ફેરફાર થતાં વિવિધ રંગો અને વણાયેલી પેટર્ન સાથે રજૂ કરવામાં આવી છે.

શા માટે GI ટેગ મેળવવો ખાસ છે?

ભૌગોલિક સંકેત (GI ટેગ) મુખ્યત્વે કોઈ ઉત્પાદનને તેના મૂળ ક્ષેત્ર સાથે જોડવા માટે આપવામાં આવે છે. GI ટેગ મેળવ્યા પછી તે પ્રોડક્ટની વિશેષતા વધી જાય છે. જેમ કે, GI ટેગ એવા ઉત્પાદનને આપવામાં આવે છે જે ફક્ત ચોક્કસ સ્થાન પર જ બનાવવામાં આવતું હોય અને તેનું ઉત્પાદન પ્રાદેશિક વિશેષતા સાથે સંકળાયેલું હોય. GI ટેગ મળ્યા પછી આ ઉત્પાદનોને કાયદાથી રક્ષણ પણ આપવામાં આવે છે. જેમાં તે સમાન નામ સાથે અન્ય કોઈ ઉત્પાદન બજારમાં લાવી શકતું નાથી. આ સાથે GI ટેગનો અર્થ એ પણ થાય છે કે તે વિસ્તારની ગુણવત્તા સારી છે. આવા ઉત્પાદનો વૈશ્વિક બજારોમાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

આ પણ વાંચો : વિક્રાંત મેસીની 12th FAIL અંગે કંગનાએ આપી પ્રતિક્રિયા, એક સમયે તેને કહ્યો હતો વંદો

Back to top button