ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બંગાળના ગવર્નર પર મહિલાએ છેડતીનો લગાવ્યો આરોપ, રાજ્યપાલે પણ આપ્યું નિવેદન

  • કોલકાતા ખાતે રાજભવનમાં અસ્થાયી મહિલા કર્મચારીએ રાજ્યપાલ આનંદ બોઝ પર છેડતીનો આરોપ લગાવીને પોલીસમાં લેખિત ફરિયાદ દાખલ કરી

કોલકાતા, 3 મે: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં રાજભવનમાં એક અસ્થાયી મહિલા કર્મચારીએ ગુરુવારે રાજ્યપાલ સી.વી. આનંદ બોઝ પર છેડતીનો આરોપ લગાવીને પોલીસમાં લેખિત ફરિયાદ દાખલ કરી હતી. જે બાદ ગવર્નર હાઉસ દ્વારા પણ નિવેદન જારી કરવામાં આવ્યું છે. અહેવાલમાં પોલીસ સૂત્રોને ટાંકીને જણાવ્યા મુજબ, ગુરુવારે બપોરે રાજભવનના શાંતિ ખંડમાં જોડાયેલા અસ્થાયી કર્મચારી હોવાનો દાવો કરતી એક મહિલાએ ગવર્નર હાઉસની અંદર સ્થિત પોલીસ ચોકીના ઈન્ચાર્જનો સંપર્ક કર્યો અને ગવર્નર આનંદ બોઝ પર તેની છેડતી કરવાનો આરોપ લગાવ્યો છે. અધિકારીએ તરત જ સ્થાનિક હેયર સ્ટ્રીટ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો, જેની નીચે રાજભવન આવે છે, જેના પગલે પોલીસ ગવર્નર હાઉસ પહોંચી.

 

હું એન્જિનિયર્ડ નૈરેટિવથી ડરતો નથી: રાજ્યપાલ 

મહિલાને બાદમાં રાજભવનથી હેયર સ્ટ્રીટ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી, જ્યાં તેણીએ રાજ્યપાલ પર કાયમી નોકરી અપાવવાના બહાને ‘છેડતી’ કરવાનો આરોપ મૂકતાં એક લેખિત ફરિયાદ નોંધાવી હતી. ગવર્નર આનંદ બોસે ગુરુવારે રાત્રે આ આરોપને નકારી કાઢ્યો હતો અને તેને શાસક પક્ષ દ્વારા ચૂંટણીમાં ફાયદો મેળવવાનો પ્રયાસ ગણાવ્યો હતો. ગુરુવારે રાત્રે ગવર્નર ઑફિસ દ્વારા જારી કરાયેલા સંક્ષિપ્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, “સત્યનો વિજય થશે. હું એન્જિનિયર્ડ નૈરેટિવથી ડરતો નથી. જો કોઈ મને બદનામ કરીને ચૂંટણીમાં ફાયદો મેળવવા માંગતું હોય તો ભગવાન તેમનું ભલું કરે. પરંતુ તેઓ બંગાળમાં ભ્રષ્ટાચાર અને હિંસા સામેની મારી લડાઈને રોકી શકતા નથી.”

 

શુભેન્દુ અધિકારીએ પણ આપ્યું હતું નિવેદન 

આ મામલાની પ્રતિક્રિયા આપતા પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ કહ્યું હતું કે, તેની તપાસ થવી જોઈએ કે શું આ આરોપ સાચો છે કે કોઈ ષડયંત્રનો ભાગ છે .” અધિકારીએ વધુમાં કહ્યું કે, “કલકત્તા હાઈકોર્ટના આદેશને પગલે રાજ્ય સંચાલિત શાળાઓમાં લગભગ 26,000 લોકોએ તેમની નોકરી ગુમાવી દીધી છે. સંદેશખાલીની ઘટનાઓને લઈને તૃણમૂલ કોંગ્રેસ ઘેરામાં છે. હવે જોવાનું એ રહે છે કે શું આ આરોપ લોકસભાની ચૂંટણી સંબંધિત કોઈ ષડયંત્રનો ભાગ છે કે કેમ. જો આરોપ સાચો છે, તો કેન્દ્ર સરકાર ચોક્કસપણે આ મામલે તપાસ કરશે.

આ પણ જુઓ: ‘અમને વારસામાં ધન-દૌલત નહીં, પિતાના ટુકડા મળ્યા’ : પ્રિયંકા ગાંધી

Back to top button