પશ્ચિમ બંગાળ/ ‘ખાલિસ્તાની’ ટિપ્પણી પર વિવાદ, શીખ સમુદાયના લોકો બેઠા હડતાળ પર, રાજ્યપાલને લખ્યો પત્ર
પશ્ચિમ બંગાળ, 17 માર્ચ : કોલકાતામાં બીજેપી હેડક્વાર્ટરની બહાર અચોક્કસ મુદ્દતની હડતાળ પર બેઠેલા શીખ સમુદાયના લોકોએ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને પત્ર લખીને ખાલિસ્તાની ટિપ્પણી વિવાદ અંગે તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે. શીખ સમુદાયના લોકોએ બીજેપી નેતા સુવેન્દુ અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ચૂંટણી પંચને બીજો પત્ર પણ મોકલ્યો છે.
બંગાળના રાજ્યપાલને લખેલા પત્રમાં શીખ સમુદાયના લોકોએ કહ્યું છે કે, ‘અમે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારી દ્વારા પાઘડી પહેરવા અને શીખ સમુદાયની સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રથાઓને નિશાન બનાવવાની વાત કરી છે, શીખ સમુદાયને લઈ કરાયેલ અપમાનજનક ટિપ્પણીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
શીખ સમુદાયે કહ્યું કે આ મુદ્દો હજુ ઉકેલાયો નથી. અમારા સમુદાયની ગરિમા અને સન્માનને સતત ક્ષતિગ્રસ્ત કરવામાં આવી રહી છે.” પત્રમાં લખવામાં આવ્યું છે કે અમે ફરી એકવાર બંગાળના રાજ્યપાલને હસ્તક્ષેપની વિનંતી કરીએ છીએ. પત્રમાં લખ્યું હતું કે, “અમારી ફરિયાદોની ગંભીરતા અને પશ્ચિમ બંગાળમાં સાંપ્રદાયિક સૌહાર્દ પર તેમની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને, અમે સૂચન કરીએ છીએ કે (જો તમને યોગ્ય લાગે તો) ભારત સરકારના ગૃહ વિભાગને એક નિર્દેશ જારી કરવામાં આવે.”
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળની સંદેશખાલી આ દિવસોમાં ટીએમસી અને ભાજપ વચ્ચે રાજકીય અખાડો બની ગયો છે. થોડા દિવસો પહેલા ટીએમસી અને બંગાળ પોલીસે દાવો કર્યો હતો કે એક શીખ આઈપીએસ અધિકારીને બીજેપી નેતાઓએ ખાલિસ્તાની કહ્યા હતા, ત્યારબાદ આ મામલો વધુ વેગ પકડ્યો હતો.
શું છે આ સમગ્ર મામલો?
શીખ પોલીસ અધિકારીનો મુદ્દો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે ભાજપના નેતાઓ સંદેશખાલી જવા પર અડગ હતા અને પોલીસે તેમને અટકાવ્યા હતા. તે જ સમયે, બીજેપી નેતા સુભેન્દુ અધિકારીએ કથિત રીતે શીખ IPS ઓફિસર પર ટિપ્પણી કરી હતી, જેના પછી તેનો વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે કહી રહ્યા છે કે, “તમે મને ખાલિસ્તાની કહી રહ્યા છો, કારણ કે મેં પાઘડી પહેરી છે.”
પોલીસે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, “આ ટિપ્પણી જેટલી દૂષિત અને વંશીય છે એટલી જ તે સાંપ્રદાયિક રીતે ભડકાઉ છે. તે એક ગુનાહિત કૃત્ય છે. અમે સ્પષ્ટપણે આને વ્યક્તિની ધાર્મિક ઓળખ અને માન્યતાઓ પર અસ્વીકાર્ય હુમલો કહીએ છીએ.” અમે આ કૃત્યની નિંદા કરીએ છીએ, જેનો ઉદેશ્ય લોકોને હિંસા કરવા અને કાયદાનો ભંગ કરવા માટે ઉશ્કેરવાનો છે. કડક કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે.”