પશ્ચિમ બંગાળ : BJP કાર્યાલયમાંથી પાર્ટીના નેતાનો મૃતદેહ મળ્યો, એક મહિલાની ધરપકડ


કોલકાતા, 10 નવેમ્બર : પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના ઉસ્થીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ભાજપ કાર્યાલયની અંદરથી પાર્ટીના એક નેતાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાએ ચકચાર જગાવી છે. પોલીસે શનિવારે આ જાણકારી આપી હતી.
શું છે સમગ્ર મામલો?
જે પાર્ટીના નેતાનો મૃતદેહ બીજેપી ઓફિસની અંદરથી મળ્યો તેનું નામ પૃથ્વીરાજ નાસ્કર હતું. તે પાર્ટીના સોશિયલ મીડિયા એકાઉન્ટને મેનેજ કરતો હતો. શુક્રવારે રાત્રે પાર્ટી ઓફિસમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના પરિવારજનોનું કહેવું છે કે તે 5 નવેમ્બરથી ગુમ હતો.
ભાજપે ટીએમસી પર નિશાન સાધ્યું
આ મુદ્દે ભાજપે તૃણમૂલ કોંગ્રેસને ઘેરી છે. જોકે, પોલીસે જણાવ્યું છે કે આ કેસમાં એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે અને હત્યાનું કારણ જાણવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોલીસે એમ પણ કહ્યું છે કે ધરપકડ કરાયેલ મહિલાએ કબૂલાત કરી છે કે તેણે જ નાસ્કર પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો.
આ મામલે એક સત્તાવાર નિવેદન પણ સામે આવ્યું છે અને એક અધિકારીએ કહ્યું છે કે પ્રારંભિક તપાસ અને મોબાઈલ ફોનની માહિતી એકત્ર કર્યા બાદ મહિલાની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન મહિલાએ કબૂલાત કરી હતી કે તેણે ગુનો કર્યો હતો. હવે આ ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો :- RBIએ આ બેંકને ફટકાર્યો મોટો દંડ, શેર ઉપર જોવા મળી અસર