ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

બનાસકાંઠા : ડીસાના માલગઢમાં યુવક સૈન્યની તાલીમ પૂર્ણ કરીને આવતા સ્વાગત સામૈયુ

Text To Speech

બનાસકાંઠા 29 જૂન 2024 :ડીસા તાલુકાના માલગઢ ગામે દેશની રક્ષા કાજે આર્મીમાં જોડાયેલ યુવક ટ્રેનિંગ પુરી કરી માદરે વતન આવતા ગ્રામજનો દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. ડીજે અને દેશભક્તિના ગીતો સાથે નીકળેલી ભવ્ય શોભાયાત્રાથી સમગ્ર ગામમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો. ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પુરી કરીને આવનાર ડીસાના માલગઢ ગામના યુવકની ગામમાં સન્માન યાત્રા નીકળતા દેશભક્તિનો માહોલ છવાયો હતો.

ડીસા તાલુકાના માલગઢ ગામના સુરેશકુમાર તારાજી કછવાનો પુત્ર કમલેશ ભારતીય સૈન્યમાં જોડાયા બાદ તાલીમ પૂર્ણ કરીને આવતા આજે વતન માલગઢ ગામે આવતા તેના મનમાં ગામમાં ભવ્યથી ભવ્ય સામૈયું કરી સન્માન યાત્રા યોજાઈ હતી. માલગઢની ભૈરવ ટેકરીથી ડીજે સાથે નીકળેલી યાત્રામાં ગ્રામજનોએ તેનું સામૈયૂ કરી ગામમાં ભવ્ય સન્માનિયત્રા નીકાળી સ્કૂલ વાળી ઢાળીમાં આવેલ તેના ઘર સુધી લઈ ગયા હતા. જેનાથી સમગ્ર ગામમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો.

આ પણ વાંચો :  ગુજરાતમાં 29 જૂનથી સાતમી જુલાઈ સુધી પોલીસકર્મીઓની રજાઓ પર પ્રતિબંધ

Back to top button