WELCOME BABY GIRL: દિપીકા પાદુકોણ અને રણવીરના ઘરે થયું લક્ષ્મીનું આગમન
મુંબઈ, 8 સપ્ટેમ્બર, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ માતા-પિતા બની ગયાં છે. દીપિકાના ઘરે લક્ષ્મીનું આગમન થયું છે. અભિનેત્રીને શનિવારે બપોરે મુંબઈના ગિરગામ વિસ્તારમાં આવેલી એચએન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેની સાથે રણવીર સિંહ અને તેનો પરિવાર પણ હાજર હતો. અગાઉ 6 સપ્ટેમ્બરે દીપિકા બાપ્પાના દર્શન કરવા સિદ્ધિવિનાયક મંદિર પહોંચી હતી.
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બોલિવૂડના બેસ્ટ કપલમાંથી એક છે. બંને ઘણા મહિનાઓથી તેમના પ્રથમ સંતાનને લઈને ઉત્સાહિત હતા અને હવે સમય આવી ગયો છે કે તેઓ માતા-પિતા બની ગયા છે. દીપિકાએ એક પુત્રીને જન્મ આપ્યો છે અને દંપતીએ શુભ દિવસે નાના દેવદૂતનું સ્વાગત કર્યું હતું. બાળકના આગમન પહેલા, બંનેને તેમની લક્ઝરી કારમાં મુંબઈની એચએન રિલાયન્સ હોસ્પિટલમાં પહોંચતા જોવામાં આવ્યાં હતાં. ફેન્સ લાંબા સમયથી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના માતા-પિતા બનવાની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં.
કપલ બે દિવસ પહેલા સિદ્ધિવિનાયક મંદિર દર્શન કરવા પહોચ્યાં હતાં
દિપીકા પાદુકોણ અને રણવીર તેમના પહેલા બાળકના જન્મના બે દિવસ પહેલા જ સિદ્ધિવિનાયક મંદિરે ગયા હતા. દંપતીએ પરિવાર સાથે બાપ્પાના આશીર્વાદ લીધા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. આ દરમિયાન દીપિકા લીલા રંગની બનારસી સાડીમાં જોવા મળી હતી જ્યારે રણવીર સિંહ બેજ કુર્તા પાયજામામાં જોવા મળ્યો હતો.
તાજેતરમાં જ કપલે પ્રેગ્નેન્સી ફોટોશૂટ પણ શેર કર્યું હતું, જેના પછી ચાહકો આતુરતાથી સારા સમાચારની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ હવે તે ક્ષણ આવી ગઈ છે કારણ કે અભિનેત્રીએ એક બાળકીને જન્મ આપ્યો છે. અભિનેત્રીને ગઈકાલે સાંજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ હવે દિકરીને જન્મ આપવાના સમાચાર સામે આવી રહ્યા છે. બોલીવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને અભિનેતા રણવીર સિંહે આ વર્ષે 29 ફેબ્રુઆરીએ ચાહકોને તેમની પ્રેગ્નન્સીના ખુશખબર જાહેર કર્યા હતા. દંપતીએ બાળકોના કપડા અને રમકડાં સાથે ડિઝાઇન કરેલું એક પોસ્ટર શેર કર્યું હતું અને કહ્યું હતું કે તેઓ સપ્ટેમ્બર 2024 માં તેમના પ્રથમ બાળકનું સ્વાગત કરશે.
આ પણ વાંચો..દીપિકા પ્રેગનન્સીના આખરી ફેઝમાં, રણવીરનો હાથ પકડી પહોંચી સિદ્ધિવિનાયક મંદિર