દેશ દુનિયામાં નવા વર્ષ 2023ની ઉજવણી શરૂ થઈ છે. તમામ સ્થાનો પર આતશબાજીની સાથે ઝગમગી ઉઠ્યા છે અને લોકો નવા વર્ષને આવકાર્યું છે. દેશની રાજધાની દિલ્હીથી લઈ મુંબઈ અને અમદાવાદ અને કોલકાતા સુધી દરેક જગ્યાએ લોકો નવા વર્ષની ઉજવણીમાં ડૂબેલા જોવા મળ્યા છે.
વિશ્વભરમાં નવા વર્ષની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવે છે. ભારતમાં પણ લોકો પરિવાર અને મિત્રો સાથે નવા વર્ષને આવકારવા માટે વિવિધ સ્થળોએ પહોંચ્યા હતા. નવા વર્ષ નિમિત્તે દિલ્હીમાં પણ ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો, જેના કારણે લોકોને ભારે મુશ્કેલી પડી હતી.
સમગ્ર વિશ્વમાં નવા વર્ષની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી છે. ભારતમાં પણ લોકો પરિવાર અને મિત્રો સાથે નવા વર્ષે મોટી સંખ્યામાં જાહેર રસ્તા પર જોવા મળ્યા હતા. આ તરફ સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે નવા વર્ષ નિમિત્તે પોલીસ દ્વારા પણ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી, જેથી ક્યાંય પણ કોઈને કોઈ મુશ્કેલી ન પડે.
નવા વર્ષ નિમિત્તે દિલ્હીમાં પણ ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો, જેના કારણે લોકોને ભારે મુશ્કેલી પડી હતી. કડકડતી ઠંડીમાં પણ લોકોના ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો નથી. ઈન્ડિયા ગેટ પર લોકો એકઠા થયા છે. વીકએન્ડને કારણે લોકો નવા વર્ષનું ધામધૂમથી સ્વાગત કરી રહ્યા છે.
લોકો પરિવાર અને મિત્રો સાથે ઘરની બહાર આવીને વર્ષના અંતિમ દિવસની ઉજવણી કરી રહ્યા છે અને નવા વર્ષની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ તરફ વિશ્વના સૌથી પહેલાં નવા વર્ષનું આગમન ઓસ્ટ્રેલિયાના સિડનીમાં પણ નવા વર્ષની ઉજવણી શરૂ થઈ ગઈ છે અને સમગ્ર શહેર રોશનીથી ઝગમગી ઉઠ્યું છે.
આ પણ વાંચો : નવા વર્ષે પણ રશિયાનો યુક્રેન પર મિસાઈલોનો વરસાદ