Welcome 2023 : જુઓ ભારતીય ખેલાડીઓએ આ રીતે કરી નવા વર્ષની ઉજવણી !
વર્ષ 2023નું આગમન થઈ ચૂક્યું છે, ત્યારે નવા વર્ષને આવકારવા માટે ઘણાં સ્ટાર્સ અને ખેલાડીઓએ ધમાકેદાર ઉજવણી કરી હતી, ત્યારે નવા વર્ષ નિમિત્તે ક્રિકેટ જગતના ખેલાડીઓએ તેમના પરિવાર અને મિત્રો સાથે ઉજવણી કરી હતી. કેટલાકે મિત્રો સાથે પાર્ટી કરી તો કેટલાકે બાળકો સાથે 2023નું સ્વાગત કર્યું. આ વખતે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ નવા વર્ષ નિમિત્તે કોઈ મેચ નથી રમી રહ્યા. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને પણ પરિવાર અને મિત્રો સાથે નવા વર્ષની ઉજવણી કરવાનો મોકો મળ્યો હતો. ચાલો જાણીએ કે રમત જગત સાથે જોડાયેલી મોટી હસ્તીઓએ નવા વર્ષનું કેવી રીતે સ્વાગત કર્યું.
આ પણ વાંચો : ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ નહિ રમી શકે રિષભ : વિકેટ કીપર માટે આ ખેલાડીઓ વચ્ચે જંગ
મહેન્દ્ર સિંહ ધોનીએ પુત્રી ઝીવા અને પત્ની સાક્ષી સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું. ધોની હાલમાં તેના પરિવાર સાથે દુબઈમાં છે અને નવા વર્ષની ઉજવણી કરી રહ્યો છે. સાક્ષી ધોનીએ સોશિયલ મીડિયા પર નવા વર્ષની ઉજવણીનો વીડિયો શેર કર્યો છે.
View this post on Instagram
વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા સાથે નવા વર્ષની ઉજવણી કરી. અનુષ્કાએ વિરાટ સાથે એક ફોટો શેર કરીને આ વિશે માહિતી આપી હતી.
View this post on Instagram
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ મિત્રો સાથે નવા વર્ષની ઉજવણી કરી. તેણે પોતે પોતાનો ફોટો શેર કર્યો છે, જેમાં તે મિત્રો સાથે પાર્ટી કરતી જોવા મળી રહ્યો છે.
સચિન તેંડુલકરે પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો દ્વારા ચાહકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. સચિને ટ્વીટ કર્યું, ‘Knock, knock Who? it’s 2023 !’ આ વીડિયોમાં સચિન હાથમાં બેટ પકડીને બોલ સાથે રમતા જોવા મળે છે.
Knock knock… who’s there?
It’s 2023! ????????✨#HappyNewYear pic.twitter.com/aeE9p6nqRu— Sachin Tendulkar (@sachin_rt) January 1, 2023