ધર્મનેશનલ

Welcome-2023: ભક્તોએ ભગવાનના દર્શન સાથે કરી નવા વર્ષની શરૂઆત, મંદિરોની બહાર લાંબી લાઈન

વર્ષ 2023 કેલેન્ડર વર્ષની શરૂઆતના પહેલાં જ દિવસે લોકોએ ભગવાનને યાદ કરી આશીર્વાદ મેળવ્યા હતા. જેમાં મંદિરોની બહાર મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી. લોકો ભગવાનના દર્શન કરી નવા વર્ષમાં સારા ભાગ્યોદયના આર્શીવાદ મેળવ્યા હતા. જેમાં દેશના વિવિધ મંદિરોની બહાર લાંબી લાઈન લાગી હતી. 2023નો પહેલો સૂર્યોદય જોઈને લોકોએ સૂર્ય ભગવાનને પ્રાર્થના પણ કરી હતી.

મહારાષ્ટ્રના પ્રખ્યાત અને પ્રતિષ્ઠિત સિદ્ધિવિનાયક મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો એકઠા થયા હતા. મુંબઈના સ્થાનિક લોકો ઉપરાંત દેશ-વિદેશના ભક્તો આ મંદિરના દર્શન કરવા આવે છે. આ ઉપરાંત મુંબઈના મુંબા દેવીના મંદિરે પણ ભારે ભીડ જોવા મળી હતી.

નવા વર્ષની પહેલી સવારે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં ભગવાન મહાકાલની આરતીના દર્શન કરવા ભક્તો ઉમટી પડ્યા હતા.

વહેલી સવારે મંદિરમાં ભગવાન શિવની ભસ્મ આરતી કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે આ મંદિરમાં માત્ર શિવને જગાડવા માટે આરતી કરવામાં આવે છે.

નવા વર્ષ 2023ના પહેલા દિવસે સેંકડો ભક્તો જમ્મુના કટરામાં માતા વૈષ્ણો દેવીના મંદિરે પહોંચ્યા હતા. જેમણે આ વર્ષ વધુ સારું રહે તેવી શુભેચ્છાઓ માંગી હતી. માતા વૈષ્ણોદેવીના દર્શન માટે સવારથી જ ભક્તોની કતારો લાગી હતી.

ઉત્તર ભારતમાં પંજાબના લોકો ખેતીના નવા પાકની શરૂઆત કરવાના સમય સાથે નવા વર્ષના પહેલાં દિવસે અમૃતસરમાં શ્રી હરમંદિર સાહિબ (સુવર્ણ મંદિર) ખાતે આશીર્વાદ માંગીને નવા વર્ષને વધાવી લીધું ત્યારે મોટી સંખ્યામાં ગુરુદ્વારા પર લોકો પહોંચ્યા હતા.

બીજી તફ ઉત્તર પ્રદેશના વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં પ્રાર્થના કરવા માટે ભક્તોની મોટી ભીડ કતારમાં ઉભી જોવા મળી હતી. વારાણસીમાં અસ્સી ઘાટ પાસે વહેલી સવારે ‘ગંગા આરતી’ કરવામાં આવી હતી.

ઓડિશાના પુરીમાં સ્થિત ભગવાન જગન્નાથના મંદિરમાં સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. અહીં લોકોએ વર્ષનો પ્રથમ સૂર્યોદય જોયો અને સૂર્ય ભગવાનની પ્રાર્થના પણ કરી.

તમિલનાડુમાં મોટી સંખ્યામાં મંદિરો છે. રવિવાર એટલે કે 01 જાન્યુઆરી, 2023 ના રોજ, ભગવાન મુરુગનના દર્શન કરવા માટે ચેન્નાઈના વડાપલાની મુરુગન મંદિરમાં ભક્તોની વિશાળ ભીડ ઉમટી હતી.

આ પણ વાંચો : ગુજરાતી યુવાધને 2023 નું ભવ્ય રીતે કર્યું સ્વાગત તો પોલીસ પણ વ્યવસ્થા જાળવણીમાં રહ્યું આગળ, જુઓ એક ઝલક

Back to top button