ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

નવા વર્ષની ભેટ, LPG સિલિન્ડરના ભાવમાં થયો ઘટાડો

Text To Speech

નવી દિલ્હી, તા.1 જાન્યુઆરી, 2025: આજથી 2025ની શરૂઆત થઈ છે. નવા વર્ષના પ્રથમ દિવસે જ એલપીજીના ભાવમાં ઘટાડો થયો છે. ઑયલ એન્ડ ગેસ માર્કેટિંગ કંપનીઓ દ્વારા એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે. દિલ્હીથી મુંબઈ સુધી સિલિન્ડરના ભાવમાં 14 થી 16 રૂપિયા સુધી ઘટાડો થયો છે. આ ઘટાડો કંપનીના 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં થયો છે. જ્યારે ઘરેલુ રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

આઈઓસીએલની વેબસાઇટ પર અપડેટ કરવામાં આવેલા નવા ભાવ મુજબ, રાજધાની દિલ્હીમાં 1 જાન્યુઆરીથી 19 કિલોવાળા એલપીજી સિલિન્ડરની કિંમત ઘટીને 1804 રૂપિયા થઈ છે. જે 1 ડિસેમ્બર, 2024ના રોજ 1818.50 રૂપિયા હતા. એટલેકે કે સિલિન્ડરના ભાવમાં 14.50 રૂપિયાનો ઘટાડો થયો છે. દિલ્હી જ નહીં દેશના અન્ય મહાનગરોમાં પણ કિંમતમાં બદલાવ થયો છે.

દિલ્હી ઉપરાંત કોલકાતામાં 19 કિલોવાળા સિલિન્ડરની કિંમત રૂ.1927થી ઘટીને રૂ.1911 થઈ છે. આમ અહીં 16 રૂપિયાનો ઘટાડો થયો છે. મુંબઈમાં રૂ.1771ની કિંમતે મળતા સિલિન્ડરની કિંમત હવે રૂ.1756 થઈ ગઈ છે, એટલે કે અહીં 15 રૂપિયાનો ઘટાડો થયો છે. ચેન્નાઈની વાત કરીએ તો અહીં 1980.50 રૂપિયામાં મળતા સિલિન્ડરની કિંમત હવે 1966 રૂપિયા થઈ ગઈ છે.

ઘણા લાંબા સમય બાદ 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર જોવા મળ્યો છે. જોકે 14 કિલોગ્રામના એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આ સિલિન્ડર પહેલી ઓગસ્ટથી નિર્ધારીત કરાયેલી કિંમત પર જ મળી રહ્યો છે. નવા વર્ષે પણ તેની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. રસોઈમાં વપરાતા LPG ગેસ સિલિન્ડરની કિંમતની વાત કરીએ તો દિલ્હીમાં તેની કિંમત 803 રૂપિયા, કોલકાતામાં 829 રૂપિયા, મુંબઈમાં 802.50 અને ચેન્નાઈમાં 818.50 રૂપિયા પર સ્થિર છે.

આ પણ વાંચોઃ પાકિસ્તાનમાં પુત્રએ કર્યા માતા સાથે લગ્ન, જાણો વાયરલ મેસેજની હકીકત

Back to top button