નેશનલ

અજબગજબ લગ્ન! 2 બહેનોનો એક જ વર

Text To Speech
  • મોટી બહેનનો અતુટ પ્રેમ, આ ઘટના સાંભળી તમે પણ કહેશો બહેન હોય તો આવી……….
  • 5મેના ધૂમધામથી વિધિપૂર્વક લગ્ન કરવાનો અનોખો કિસો સૌના નજરે ચડ્યો
  • રાજસ્થાનના ટોંક જીલ્લામાં એક યુવકે એક જ ઘરની બે દિકરીઓ સાથે લગ્ન કર્યા
  • મોટી બહેન કાંતાએ લગ્ન પેહલા એક વિચિત્ર શરત મૂકી, ‘લગ્ન તેના સાથે જ કરશે જે એની નાની બહેન સાથે પણ લગ્ન કરશે’ 

                                                                                       

વાત કઈક એવી છે કે સીદડા ગામમાં રહેતી કાંતાની નાની બેન સુમન માનસિક રીતે નબળી હોવાથી કાન્તાએ જીવનભર તેની જવાબદારી લીધી હતી. તેણે નકી કર્યું હતું કે એ ત્યારે જ લગ્ન કરશે જયારે કોઈ તેની શરતનો સ્વીકાર કરશે .વરરાજાની સમજ અને સ્વીકાર શક્તિના લીધે ચારેબાજુ ચર્ચાનું કેન્દ્ર બન્યુ છે.

આ પણ વાંચો : પ્રેમલગ્ન કરનાર યુવકના પિતા-ભાઈનું અપહરણ : ડીસા પોલીસે રાતભર શોધખોળ ચલાવી બંનેને છોડાવ્યા

સીદડા ગામના અનોખા લગ્ન

હરિઓમ મીણા નામના ભણેલા- ગણેલા આ યુવક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહયો છે.જયારે સીદડા ગામના નિવાસી બાબૂલાલ મીણાની મોટી પુત્રી કાંતા બી.એડ પાસ કર્યું છે. તેમજ નાની બહેનએ 8 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. કાંતાએ પોતાની નાની બહેન પ્રતિ લાગણી દર્શાવતા આ શરત મૂકી હતી, જેને સાંભળતા પેહલા તો યુવકને ચિંતા થઇ પણ પછી લાગણીને માન આપતા આ અનોખા લગ્ન માટે હા કીધી હતી. જે બાદ 5મેના રોજ આ અનોખા લગ્ન યોજાયા હતા.

અનોખા લગ્ન બન્યા ચર્ચાનું કેન્દ્ર

લગ્નનું આમંત્રણ સહ પરિવાર અને સગા સબંધીઓને કંકોત્રી સાથે આપ્યું હતું. અને લગ્ન વિધિપૂર્વક સંપુર્ણ કરાયા હતા.સમાજના ઘણા પ્રશ્ન અને વિવાદ હોવા છતા યુવકે પ્રેમ પૂર્વક બંને પત્નીને અપનાવી છે. અજબ- ગજબ લગ્નની ઘટનાનો આ પ્રખ્યાત કિસો લોક મુખે ચડ્યો છે તમને શું લાગે છે કે આ લગ્ન માન્ય થઈ શકે છે ?

આ પણ વાંચો : ખુશીઓ માતમમાં ફેરવાઈ! લગ્નમાં જઈ રહેલો પરિવાર રોડ અકસ્માતનો ભોગ બન્યો

Back to top button