અજીબ પ્રેમની કહાની: પતિએ લીધી પ્રતિજ્ઞા, પત્ની નહીં મળે ત્યાં સુધી રહીશ ભૂખ્યો…
ગ્વાલિયર, 1 સપ્ટેમ્બર, પતિ-પત્ની વચ્ચે નાની વાતે ઝગડા થતાં રહેતા હોય છે. અને આ ઝગડામાં પતિ-પત્ની ઘણી વખત ન કરવાની વસ્તુ કરી બેસે છે. અને પત્નીઓ વિશે ઘણા જોક્સ બનાવવામાં આવે છે. આવો જ એક કિસ્સો ગ્વાલિયરથી સામે આવ્યો છે, જ્યાં એક પતિ પોતાની પત્નીની શોધમાં ભૂખ્યો અને તરસ્યો ઘરે-ઘરે ભટકી રહ્યો છે. પત્નીની શોધમાં તેણે યુપીથી લઈને એમપી સુધી શોધખોળ કરી. હવે તેણે જ્યાં સુધી તેની પત્ની ન મળે ત્યાં સુધી ભૂખ્યા રહેવાનો સંકલ્પ કર્યો છે.
તમે સોશિયલ મીડિયા પર પ્રેમ, ઝઘડા અને લગ્નની ઘણી વાતો સાંભળી હશે, પરંતુ હાલમાં જ ગ્વાલિયરમાં ચર્ચામાં આવેલો એક એવો કિસ્સો આ બધાથી અલગ છે. ગ્વાલિયરના ચિનોરના પુરૂષોત્તમ પ્રજાપતિ પોતાની પત્ની સોનાલીની શોધમાં ભૂખ્યા અને તરસ્યા ઘર-ઘરે ભટકી રહ્યા છે. ગત રક્ષાબંધન પર સોનાલી તેના માતા-પિતાના ઘરે ગઈ હતી અને પાછી ફરી ન હતી. પુરુષોત્તમની વાત સાંભળ્યા બાદ પોલીસ અધિકારીઓએ સોનાલીને શોધવાની ખાતરી આપી. એડિશનલ એસપી નિરંજન શર્માએ કહ્યું કે સોનાલીનું છેલ્લું લોકેશન તેના કોલ ડિટેઈલ રેકોર્ડ (સીડીઆર)ને એક્સટ્રેક્ટ કરીને જાણી શકાશે. આ સાથે પોલીસે પુરૂષોત્તમને પણ સમજાવ્યો અને તેને ભોજન કરાવ્યું, જે ઘણા દિવસોથી ભૂખ્યો હતો.
જાણો અજીબ પ્રેમની કહાની
સોનાલી 17મી ઓગસ્ટે રક્ષાબંધનની ઉજવણી કરવા ઉત્તર પ્રદેશમાં તેના મામાના ઘરે ગઈ હતી. તહેવારની ઉજવણી કર્યા પછી, તે ગ્વાલિયર પરત જવા માટે 21 ઓગસ્ટના રોજ બુંદેલખંડ એક્સપ્રેસમાં સવાર થઈ. ટ્રેનમાં મુસાફરી કરતી વખતે સોનાલીએ તેના પતિ પુરુષોત્તમ સાથે છેલ્લીવાર રાત્રે 12:30 વાગે વાત કરી હતી, જેમાં તેણે તેને સવારે 8 વાગ્યા સુધીમાં ગ્વાલિયર પહોંચવાનું કહ્યું હતું. પણ સવારે જ્યારે પુરુષોત્તમ સ્ટેશને પહોંચ્યો ત્યારે સોનાલી ત્યાં નહોતી. સોનાલીનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો, જેના કારણે પુરુષોત્તમની ચિંતા વધી ગઈ હતી. પુરુષોત્તમે અનેક રેલવે સ્ટેશનો પાર શોધી પણ સોનાલી ક્યાંય મળી ન હતી. છેલ્લા 8 દિવસથી તે ખાલી પેટે પત્નીને શોધી રહ્યો હતો. તેણે પોલીસ અધિકારીઓને મદદ માટે અપીલ કરી, પરંતુ ક્યાંયથી કોઈ મદદ મળી નહીં. શનિવારે પુરુષોત્તમ ગ્વાલિયર સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસની ઑફિસે પહોંચ્યા અને પોતાની દર્દનાક કહાની સંભળાવી. તેની આંખોમાં આંસુ આવી ગયા હતા.
એએસપી પોતે રેસ્ટોરન્ટ લઈ ગયા
એએસપી નિરંજન શર્માએ કહ્યું કે સોનાલીના મોબાઈલનું સીડીઆર કાઢવામાં આવશે જેથી તેનું છેલ્લું લોકેશન જાણી શકાય. તે જ સ્થળેથી સ્થાનિક પોલીસનો સંપર્ક કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવશે. હાલ એએસપીએ પુરષોત્તમને ખાતરી આપી છે કે તેની પત્ની શોધી કાઢવામાં આવશે. આ સાથે એએસપીએ પોતે પણ તેમને રેસ્ટોરન્ટમાં ભોજન ખવડાવ્યું હતું. હાલ પોલીસે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો..પતિની શંકાને કારણે પત્નીએ આપ્યો જીવ, સુસાઇડ નોટમાં લખ્યું મને ભૂલી જાવ અને ખુશીથી જીવો..