CWG 2022: વેઈટલિફ્ટિંગમાં બીજો મેડલ, લવપ્રીત સિંહે જીત્યો બ્રોન્ઝ
બર્મિંઘમમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય વેઈટલિફ્ટરો શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે. પુરુષોની 109 કિગ્રા વર્ગમાં લવપ્રીત સિંહે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેણે કુલ 355 કિગ્રા વજન સાથે બ્રોન્ઝ જીત્યો. કોમનવેલ્થ ગેમ્સ 2022માં વેઈટલિફ્ટિંગમાં ભારતનો આ 9મો મેડલ છે.
LOVEPREET WINS BR????NZE !!
The weightlifting contingent is giving us major MEDAL moments at #CommonwealthGames2022????
Lovepreet Singh bags Bronze???? in the Men's 109 Kg category with a Total lift of 355 Kg
Snatch- 163Kg NR
Clean & Jerk- 192Kg NR
Total – 355kg (NR) pic.twitter.com/HpIlYSQxBZ— SAI Media (@Media_SAI) August 3, 2022
લવપ્રીત સિંહે સ્નેચના ત્રીજા પ્રયાસમાં 163 કિગ્રા અને ક્લીન એન્ડ જર્કના ત્રીજા પ્રયાસમાં 192 કિગ્રા વજન ઉપાડ્યું હતું. આ રીતે કુલ 355 કિલો વજન ઉપાડીને તે ત્રીજા સ્થાને રહ્યો. લવપ્રીત એક સમયે ગોલ્ડ મેડલના સ્થાન પર હતો, પરંતુ છેલ્લે તે પાછળ પડી ગયો હતો. આ ઇવેન્ટનો ગોલ્ડ જુનિયર ગડજા (361 કિગ્રા) અને જેક ઓપાલોજ (358)ને સિલ્વર મળ્યો હતો.
CWG 2022: Indian weightlifter Lovepreet Singh captures Bronze medal in Men's 109 kg final
Read @ANI Story | https://t.co/nh7hGaG6iu#CWG2022 #Weightlifting #LovepreetSingh #Bronzemedal pic.twitter.com/GMYJscdL9i
— ANI Digital (@ani_digital) August 3, 2022
લવપ્રીત ભલે આ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ ચૂકી ગયો હોય પરંતુ તેણે અહીં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. લવપ્રીતે સ્નેચ અને ક્લીન એન્ડ જર્ક બંનેમાં રાષ્ટ્રીય રેકોર્ડ પણ બનાવ્યા હતા.
કોમનવેલ્થ ગેમ્સના છઠ્ઠા દિવસે ભારતનો આ પહેલો મેડલ છે. અત્યાર સુધીમાં ભારતીય ટીમે 5 ગોલ્ડ, 5 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ભારત અત્યારે મેડલ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. અહીં ઓસ્ટ્રેલિયા ટોચ પર છે. ઓસ્ટ્રેલિયાના એથ્લેટ્સે અત્યાર સુધીમાં 40+ ગોલ્ડ મેડલ સાથે 100થી વધુ મેડલ જીત્યા છે.