વેડ ઈન ઈન્ડિયા – દેશમાં જ લગ્ન સમારંભ રાખોઃ વડાપ્રધાન મોદીએ આપ્યું નવું સૂત્ર
- PM મોદીએ દેહરાદૂનમાં ઉત્તરાખંડ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું કર્યું ઉદ્ઘાટન
- વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પરંપરાગત ગીતોની માણી મજા
ઉત્તરાખંડ, 8 ડિસેમ્બર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેહરાદૂનમાં ઉત્તરાખંડ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023નું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદી અને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પરંપરાગત ગીતોની માણ્યાં હતાં. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારતમાં “મેક ઇન ઇન્ડિયા’ની જેમ ‘વેડ ઇન ઇન્ડિયા’ જેવી ચળવળ પણ હોવી જોઈએ. હું એ ઈચ્છું છું કે આગામી પાંચ વર્ષમાં તમે (દેશવાસીઓ) તમારા પરિવારના એક સભ્યની ડેસ્ટિનેશન વેડિંગનું આયોજન ઉત્તરાખંડમાં કરો. જો એક વર્ષમાં અહીં 5,000 લગ્નો પણ થવા લાગે તો નવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થશે અને વિશ્વના લગ્નો અહીં થવા લાગશે.
#WATCH प्रधानमंत्री नरेंद्र मोदी ने देहरादून में उत्तराखंड ग्लोबल इन्वेस्टर्स समिट 2023 का उद्घाटन किया। pic.twitter.com/z32roYy0Ds
— ANI_HindiNews (@AHindinews) December 8, 2023
#WATCH उत्तराखंड: प्रधानमंत्री नरेंद्र मोदी ने देहरादून में उत्तराखंड ग्लोबल इन्वेस्टर्स समिट 2023 के उद्घाटन समारोह में हिस्सा लिया। इस दौरान पीएम मोदी और मुख्यमंत्री पुष्कर सिंह धामी ने पारंपरिक गीत का आनंद लिया। pic.twitter.com/mSIQvC7jQk
— ANI_HindiNews (@AHindinews) December 8, 2023
उत्तराखंड: प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, “मेक इन इंडिया’ की तरह एक मूवमेंट चलना चाहिए ‘वेड इन इंडिया’, शादी हिंदुस्तान में करो। मैं तो चाहूंगा आने वाले पांच साल में अपने परिवार की एक डेस्टिनेशन शादी उत्तराखंड में करिए। अगर एक साल में 5 हजार शादियां भी यहां होने लग जाएं तो… pic.twitter.com/v6lND4EFIv
— ANI_HindiNews (@AHindinews) December 8, 2023
2 કરોડ ગ્રામીણ મહિલાઓને કરોડપતિ બનાવવા માટે ‘લખપતિ દીદી’ અભિયાન શરૂ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, “મારી પાસે એક સંકલ્પ છે, મેં આવનારા સમયમાં આ દેશની 2 કરોડ ગ્રામીણ મહિલાઓને કરોડપતિ બનાવવા માટે ‘લખપતિ દીદી’ અભિયાન શરૂ કર્યું છે. જે અંતર્ગત હાઉસ ઑફ હિમાલય બ્રાન્ડ સાથે મળીને 2 કરોડ ગ્રામીણ મહિલાઓને કરોડપતિ બનાવવાનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. આજે ભારત સરકાર 21મી સદીના આધુનિક કનેક્ટિવિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ઉત્તરાખંડમાં અભૂતપૂર્વ રોકાણ કરી રહી છે. કેન્દ્ર સરકારના આ પ્રયાસો વચ્ચે રાજ્ય સરકાર પણ નાના શહેરો, ગામડાઓ અને નગરોને જોડવા માટે પુરી તાકાતથી કામ કરી રહી છે. એ દિવસ દૂર નથી જ્યારે દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસ વે દ્વારા દિલ્હી અને દહેરાદૂન વચ્ચેનું અંતર અઢી કલાકનું થશે.”
ઉત્તરકાશી સુરંગમાં ફસાયેલા શ્રમિકોને સુરક્ષિત બચાવવા રાજ્ય સરકારનો આભાર : PM
“આજે તમે દેશમાં નીતિ-સંચાલિત શાસન જોશો, તમે રાજકીય સ્થિરતા માટે દેશવાસીઓનો પ્રબળ આગ્રહ જોશો. મહત્વાકાંક્ષી ભારત આજે અસ્થિરતા નથી ઈચ્છતું, તે આજે સ્થિર સરકાર ઈચ્છે છે. અમે તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં આ જોયું છે અને ઉત્તરાખંડના લોકોએ તે બતાવી દીધું છે. ઉત્તરાખંડ તે રાજ્ય છે, જ્યાં તમે દેવત્વ અને વિકાસ બંનેનો એકસાથે અનુભવ કરો છો અને મેં ઉત્તરાખંડની લાગણીઓ અને શક્યતાઓને નજીકથી જોઈ છે. મેં તે જીવ્યું છે, અનુભવ્યું છે. ઉત્તરકાશીમાં સુરંગમાંથી અમારા મજૂર ભાઈઓને સુરક્ષિત રીતે બચાવવા માટે તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સફળ અભિયાન માટે હું રાજ્ય સરકાર સહિત દરેકને ખાસ અભિનંદન આપું છું.
આ પણ જુઓ :રશિયાના પ્રમુખ પુતિને PM મોદીના કર્યા વખાણ, કહ્યું : ‘રાષ્ટ્રહિતમાં નિર્ણય લેતા કોઈ રોકી શકે નહીં’