પૈસા હાથમાં ટકતા નથી? તો જાણો પૈસા બચત કરવાની સરળ ટીપ્સ
ઘર ખર્ચનું બજેટ બનાવો અને તેને વળગી રહો. બજેટ બનાવવાથી આવક અને ખર્ચની સમીક્ષા કરવી સરળ રહશે
બિનજરૂરી ખર્ચ કરવાનું ટાળો. જ્યાં જેટલી જરૂર હોય તેટલા પૈસા ખર્ચ કરો
દર વિકેન્ડમાં બહાર જમવા જવાની ટેવ ખિસ્સા પર ભારે પડે છે. હોટેલમાં જમવાના બદલે ઘરે જ તમારી મનપસંદ વાનગી બનાવો.
દર વિકેન્ડને બદલે મહિનામાં એક વખત હોટેલમાં જમવા જવાનો નિયમ બનાવો.
ફેસ્ટિવલ સેલ અને સ્કીમમાં ખરીદી કરવાનું રાખો. ડિસ્કાઉન્ટ ઓફર અને કેશ બેક મેળવી ઓછા ખર્ચે વસ્તુ ખરીદીને પૈસા બચાવો
ઘરમાં બિનજરૂરી પંખા, લાઇટ અને એસી ચલાવવાનું ટાળો. ઓછી વીજળી વાપરવાથી લાઈટ બિલ ઓછું આવશે.
પૈસાની બચત કરવાની સાથે તેનું સુરક્ષિત રોકાણ કરવું
બચત યોજના, બેંક એફડી, બચત વીમો અને જો તમને જાણકારી હોય તો શેરબજારમાં પણ રોકાણ કરી શકો છો.