મોડાસાના કલ્પ નામના બાળકને ડોક્ટર બનવાની ઈચ્છા છે અને તે લ્યુકેમિયા નામના કેન્સરથી પીડિત છે

કલ્પની મદદે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેષ પટેલ આવ્યા અને તેમની ડોક્ટર બનવાની ઈચ્છા પૂર્ણ કરી

4 ફેબ્રુઆરીના વિશ્વ કૅન્સર દિવસની ઉજવણી સમયે “મેક એ વિશ ફાઉન્ડેશન” અને ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટના માધ્યમથી લ્યુકેમિયાગ્રસ્ત કલ્પની ડૉક્ટર બનવાની અદ્મ્ય ઈચ્છાપૂર્તિ કરી

કલ્પની બાળપણથી જ ઈચ્છા હતી કે તે ડૉક્ટર બનીને ગરીબ દર્દીઓની સેવા કરે. આ ઈચ્છા વિશે આરોગ્ય મંત્રીને જાણ થતા તેઓએ કલ્પની ઇચ્છા પૂર્ણ કરી

10 વર્ષના કલ્પના પરિવારને એક વર્ષ પહેલા જ ખ્યાલ આવ્યો કે તેમના એકના એક દીકરાને કેન્સર છે

કલ્પની બાળપણથી જ ઈચ્છા હતી કે તે ડૉક્ટર બનીને ગરીબ દર્દીઓની સેવા કરે.આ ઈચ્છા વિશે આરોગ્ય મંત્રીને જાણ થતા તેઓએ કલ્પની ઇચ્છા પૂર્ણ કરી

કલ્પ પોતાના પરિવાર સાથે હોસ્પિટલે આવ્યો અને આરોગ્યમંત્રી તેમજ ડોક્ટર સાથે મુલાકાત કરી.

કૅન્સરગ્રસ્ત બાળકોના ચહેરા પર જાણે જીવનને સકારાત્મક રીતે જીવવાની નવીન આશાઓનું સ્મિત રેળાઇ રહ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

કલ્પની ઇચ્છાપૂર્તિ થતી જોઇને કૅન્સરના વોર્ડમાં સારવાર મેળવી રહેલા અન્ય બાળકો પણ પ્રોત્સાહિત થયા.